બદલાપુરમાં આવેલી આદર્શ હાઇસ્કુલ માં ત્રણેક વર્ષની નાની બાળકીઓ સાથે અત્યાચાર કરનારા આરોપીના વિરુદ્ધમાં બદલાપુર વાસીઓએ શાળાના સંચાલકો તેમજ સમયસર પોલીસ ફરિયાદ ન લેનારા પોલીસોના વિરુદ્ધમાં એક મોટું જન આંદોલન મંગળવારે સવારે શરૂઆતમાં શાળાના ગેટ પાસે થયુ.ત્યારબાદ રેલ્વે સ્ટેશન પર નાગરિકોએ રેલરોકો આંદોલનમાં ફેરવાયું હતું સવારે દસ વાગ્યાથી રેલવે ના પાટાઓ પર બેસી ચક્કાજામ કર્યું.બદલાપુરની આદર્શ હાઇસ્કુલ માં અભ્યાસ કરતી બે નાની બાળકીઓના ઉપર સ્કૂલનો સફાઈ કર્મચારી અત્યાચાર કર્યો હોવાનું તેના વાલીઓએ શાળાના પ્રિન્સિપાલ તેમજ સંચાલકોને ફરીયાદ કરી અને પોલીસમાં ફરિયાદ કરી ત્યારે શાળાએ તેમજ પોલીસે પણ ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરી ફરીયાદ મોડી લેવાતા ગઈકાલે બદલાપુરના નાગરિકોએ શરૂઆતમાં શાળાના ગેટ ઉપર આંદોલન કર્યું હતું અને આરોપીને ફાંસી આપવાની માગણી કરી હતી. શરૂઆતમાં આંદોલનને શાંત કરવા પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો પરંતુ તે સફળ થયો નહોતો ઊલટું બદલાપુર રેલવે સ્ટેશન પરના નાગરિકોએ રેલવેના પાટા ઉપર ઉતરી જઈ રેલ રોકો આંદોલન કર્યું
સવારે દસ વાગે શરૂ થયેલા આંદોલન સાંજે ચાર વાગ્યાની આસપાસ મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી ગિરીશ મહાજન આવી આંદોલન કારીઓને તેમની માંગણી પ્રમાણે આંદોલન પાછું ખેંચવા માટેની વિનંતી કરી હતી પરંતુ આંદોલન કારીઓ દ્વારા આરોપીને અમારે હવાલે કરો અને અહીં જાહેરમાં તેને ફાંસી આપો એવી માંગણી કરી હતી ને ગિરીશ મહાજન એ વારંવાર આંદોલન કારીઓને વિનંતી કરી પરંતુ આંદોલન કારીઓ ટસના મસ થયા નહોતા. આ સમયે ગિરીશ મહાજનએ જણાવ્યું કે શાળાના પ્રિન્સિપાલ, ફરિયાદ લેવામાં દિરંગાઈ કરનારા પોલીસ તેમજ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક આ તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તમારી માંગણીઓ પૂરી કરી છે તેથી આપ આંદોલન પાછું ખેંચો એવી વિનંતી કરી હતી પરંતુ આંદોલન કારીઓ આરોપીને ફાંસી આપવાની માગણી સાથે ગિરીશ મહાજનને કહેતા હતા કે આરોપીને અમારે હવાલે કરી દો પરંતુ મહાજન એ કહ્યું કે સરકાર તમારી ભાવનાઓ સાથે પણ સંમત છે પરંતુ આરોપીને સજા કરવાનો હક કાયદા પ્રમાણે થશે કોઈપણ કાયદો હાથમાં લઈ શકશે નહીં એવી વારંવાર વિનંતી પણ કરી હતી ગિરીશ મહાજન એ આંદોલન કારીઓને કહ્યું કે રેલ રોકો આંદોલનને લીધે અનેક રોજબરોજના કામપર જનારા લાખો લોકોને તેનો ત્રાસ થયો છે અનેક વિદ્યાર્થીઓ પણ સ્કૂલ, કોલેજમાં જઈ શક્યા નથી અનેક હોસ્પિટલોમાં કામ કરનારા ડોક્ટરો તેમજ અન્ય કર્મચારીઓ તેમના કામના સ્થળે પહોંચી શક્યા નથી માટે આ આંદોલન હવે પાછું ખેંચો એવી વિનંતી કરી હતી. છેવટે મંત્રી ગિરીશ મહાજન પાછા ફર્યા હતા.
પોલીસનો હળવો લાઠી ચાર્જ સાંજે ૬.૦૦ વાગે, આંદોલન કારીઓની ટ્રેક પરથી ભગાડી મુક્યા



