Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

જયા અમિતાબ બચ્ચન કો ગુસ્સા ક્યોં આતા હૈ ?

વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી ``આલબર્ટ પીન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?'' એમ હવે પૂછતા હૈ ભારત કે જયા અમિતાબ બચ્ચન કો ગુસ્સા ક્યોં આતા હૈ? સંસદમાં અવારનવાર કોઇ પણ ફાલતું સવાલો, અને વાદ વિવાદ કર્યા વગર જયા છે કે જે થાકતી જ નથી. એક જમાનાની ગુડ્ડી હવે બુઢ્ઢી થઇ છે એવું એક વાર રાજ ઠાકરે બોલ્યા હતા. રાજ ઠાકરે જોડે વાદવિવાદ ર્ક્યો, અને અમિતાબની ફિલ્મોના પાટ્યા થીયેટર પરથી ઉતરવા માંડ્યા, ત્યારે અમિતાબે માફી માગવી પડી હતી.

સ્વર્ગીય મુલાયમ સિંઘ અને તેનો પુત્ર અખિલેશ સિંઘને પહેલેથી ફિલ્મ સિતારાઓનું આકર્ષણ રહેતું અને તેમના પિતૃક ગામ સૈફઇમાં દર વર્ષે ફિલ્મી સિતારાઓને નચાવતા અને તેમના તરફથી રાજ્યસભામાં પણ કોઇને કોઇ ફિલ્મી હસ્તીની નિમણુક કરતા, અત્યાર લગી તેઓ સંજય દત્ત, જયા પ્રદા, રાજ બબ્બર અને જયા અમિતાબ બચ્ચનની નિમણુક કરી ચૂક્યા છે.શ્રીમતી બચ્ચનની ૨૦૦૪થી રાજ્યસભામાં નિમણૂક થતી રહી છે.

આમ પણ કોંગ્રેસ જોડે બચ્ચન પરિવારને ૩૬નો આકડો તે દરમ્યાન ચાલી રહ્યો હતો. અને સમાજવાદી પાર્ટીને દોડવું હતું અને ઢાળ મળી ગયો. અને એમાં પણ આ કલાકાર બધી કલામાં માહેર હતી, અને સામેવાળા જોડે બેફામ, અવિરત વાણી વરસાવી ચર્ચામાં બધાને મહાન કરવા સમર્થ હતી અને અમરસિંઘ, સમાજવાદી પાર્ટીના નંબર ૨ મહારથી જયા પ્રદા ને લઇ આવ્યા. પણ તે લોકસભામાંથી યુપીમાંથી ચૂંટાઇને આવી. ૨૦૦૪થી આ Lady લાલ કુંવર જયા બચ્ચને અનેક જણ જોડે પંગો લીધો. સુશીલકુમાર શીંદે જોડે, રાજ્યસભાના ફોટો ગ્રાફર જોડે, એક ડ્રાઇવરે મેડમ જોડે પાર્કીંગ લોટમાં સેલ્ફી લીધી ત્યારે રાજ્ય સભાના ફોટો ગ્રાફર અને વિડીયો ગ્રાફર જોડે શા માટે બાખડી ખબર છે? જ્યારે રાજ્યસભામાં સિને તારિકા રેખાને રાજ્યસભા માટે નીમવામાં આવી ત્યારે આખા સદન પર વિડીયો ગ્રાફરે ફોક્સ ર્ક્યું,તેમાં આપણા મેડમ જયા અમિતાભ બચ્ચન પણ તસ્વીરમાં ઝડપાયા, અને તે ભલે મશર સિને તારિકા હોય, તે તેના હાવભાવ ત્યારે છુપાવી ના શકી અને પૂરા દેશમાં તેની આ તસ્વીર અને વિડીયો વાયરલ થઇ. કારણ કહેવાની જરુર છે? વાચક બહુજ સમજદાર છે.


હવે, આવા લોકોનું વિશ્લેષણ, બેશક માનસિક વિશ્લેષણ કરવું રહ્યું, કે આવો ગુસ્સો શા માટે? કહેવત છે નબળી માટીનો બૈરી પર શુરો, પણ અહિ તો ઉંધુ છે ખેર!

વિશ્લેષણ કરીયે, ૧) અમીતભાઇ...રંગીલા..સૌ જાણે છે અને ૨) દિકરા, ના લગ્ન જીવનમાં પણ દરાર અભિષેક અને ઐશ્વર્યામાં પણ રકઝક ચાલે છે. ૩) દિકરી શ્વેતાના પણ વૈવાહિક જીવનમાં ખટરાગ છે તે આવી ગઇ દિલ્હીથી મુંબઇ, અને અમીતભાઇ એ તેના બે બંગલા માંથી ૧ શ્વેતાને આપ્યો, તો એમાં ઐશ્વર્યાની જલન આડે આવી. અમીતભાઇ કરે તો શું કરે? એક કો મનાવ તો દૂજા રુઠ જાતા હૈ!

જયાજી હાલમાં વિપક્ષ તરફથી બોલતા બોલતા માનનીય ઉપરાષ્ટપતિ શ્રી જગદીપજી ધનગડ જોડે જીભાજોડી કરવા માંડ્યા, અને મુદ્દો શું ઉપાડ્યો, મારું આખું નામ જયા અમિતાભ બચ્ચન શા માટે બોલ્યા, આની પહેલાં પણ ઉપસભાપતિ જોડે તે આ મુદ્દા પર વિરોધ નોંધાવી મૂકી હતી. ધનગડ સાહેબ એક ઉમદા વકીલ પણ છે ને તેમણે ટેબલ પર બે સબૂત મૂકી દીધા કે તમે ચૂંટણી ફોર્મમાં અને રજીસ્ટરમાં આ નામ નોંધાવ્યું છે. તો હવે ખોટો વિવાદ ન કરતા પણ જયા હૈ કે માનતી હી નહિ, ફરી કહે છે કે હું એક એકટરેસ છું, હાવભાવ, બોડી લેંગવેજ અને ટોન મને ઓળખતા આવડે છે તો ધનગડ સાહેબે પણ બરોબર સાણસામાં લીધી અને કહ્યું દરેક સીને કલાકારોએ દિગ્દર્શક કહે તે પ્રમાણે વરતવું પડે છે બાતો હી બાતો મેં ઇશારા હો ગયા અને વિપક્ષો આદત મુજબ હોબાળો કરીને નીકળી ગયા. આવી નજીવી બાબત પર સદન ઉઠી જાય છે કરોડો રુપિયા દેશને ભોગવવા પડે છે જેમાં હું અને તમે પણ ચૂકવી રહ્યા છે.

જયા બેન, તમને દાખલો આપું સુષ્મા સ્વરાજ, સુધા મૂર્તિ, હેમા માલીની, મમતા બેનરજી, રેખા ગણેશન, બાંસુરી સ્વરાજ, કોઇએ વચ્ચે કોઇ પ્રકારનું નામ લખ્યું જ નથી. ત્યાં લગી કે તમારા સમાજવાદીના સર્વેસર્વા અખિલેશના પત્નીએ પણ ડીંપલ યાદવ તરીકે જ પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું છે. તમારે એક બાજુ અમિતાભનું નામ વટાવવું છે, અને પછી પાછું ઝગડવું છે. ચોર કોટવાલને દંડે છે, લ્યો એક નામ વધુ તમારા દિગ્દર્શક સોનીયા ગાંધી પણ લીસ્ટમાં સામીલ થયા,

જયાજી, તમે ભલે રાજ્યસભાના મેમ્બર ૨૦૦૪થી છો પણ આજ લગી જીભાજોડી સિવાય કાંઇ જ ર્ક્યું નથી. તમે સુષ્મા સ્વરાજ જેવા મુદ્દા પણ ઉઠાવતા નથી, નથી આપે સુધા મૂર્તિ કે હેમા માલીની જેવા કામ કર્યા છે.

હાલમાં સલીમ જાવેદ જોડી, જેમણે અમિતાબને સુપર સ્ટાર બનાવવામાં અહમ ભાગ ભજવ્યો હતો. દિવાર, શોલે, જંજીર, ત્રિશુલ,નમક હરામ જેવી ફિલ્મોના સ્ક્રીન પ્લે લખ્યા, તેમને પણ તમે તમારી ટીકાથી ઉતારી પાડ્યા છે. આપની આદત છે જ્યાં કોઇ વ્યક્તિ શાલીન કે નરમ સ્વભાવની દેખાય ત્યારે ત્યાં રોફ જમાવવાનો જો તમે એટલા જ દેશદાઝવાળા હોત તો સંદેશખાલી અને હાલમાં થયેલ નિર્ભયા-૨ કાંડ મહિલા ડોકટર પર ગેંગરેપ અને મર્ડર પર એક હરફ ઉચ્ચારવાની હિંમત છે? હિંમત છે ફરી રાજ ઠાકરે જોડે પંગો લેવાની? હવે મારી સલાહ સાંભળો ભૂલે ચૂકે તમે અમારા ગુજરાતી મોટાભાઇ અમિતજી જોડે અદબથી વરતજો, જીભને જો કોઇ સારા સર્જન મળે તો કપાવી લ્યો.

હમણાં જ જયાજી અને અમીતજીનો એક ઇન્ટરવ્યુ બ્રોડકાસ્ટ થયો જેમાં ઇન્ટરવ્યુ લેનાર હતી પ્રખ્યાત સિનેતારીકા સીમી ગરેવાલ,જે વેધક પ્રશ્ન પૂછવા માટે પંકાયેલી છે. તેમણે અમીતજીને પૂછ્યું કે તમે આટલા વર્ષોના સહવાસ પછી જયાજીને ૧૦માંથી કેટલા માર્ક આપશો, અને જયાજીને પણ આજ પ્રશ્ન પૂછ્યો કે અમીતજીના માર્ક કેટલા? અમીતજીનો ઉત્તર હતો ૭.૫, અને જયાજીનો ઉત્તર હતો ૫!!

હવે જયાજીનો ગુસ્સો તો કાલાક્રમે બંધ થશે અથવા ઓછો થશે. હમણાં તો ભેટમાં મળેલ રાજ્યસભાની સીટનો નશો છે? લોકસભામાં ઉભી રહે તો ખબર પડે બચ્ચન પરિવાર સિવાય કેટલા મત પડશે?

મને બિચારા અમીતભાઇની દયા આવે છે. એક જમાનામાં તેને યંગ એન્ગ્રીમેનની પ્રતિભા તરીકે ઓળખાણ આપતા. આજકાલ ઓલ્ડ હેન્ડીકેપ હસબન્ડ કહેવાય છે. જેને પોતાનું નામ પત્ની લેવાનો ઇન્કાર કરી રહી છે.

ભાઇ, અમીતાબજી, મને તારા પ્રત્યે એટલે સહાનુભૂતી છે કે તે `જલસા' બંગલો શ્વેતાને આપ્યો `પ્રતિક્ષા' બંગલામાં અભિષેક અને ઐશ્વર્યા રહેતા નથી. જયાજી તો દિલ્હીમાં હાલ સ્થાયી છે. તું સવારે ટીફીન લઇ કૌન બનેગા કરોડપતિના સેટ માટે નીકળી જાય છે જતાં જ તને ૪-૫ વસ્ત્રોનું પેકીંગ કરાય છે, મોંહ પર મેકપના થપેડા થાય છે અને ખોટું ખોટું હાસ્ય દર્શાવવાનું રહે છે. બપોરની રિસેષમાં ડોકટરોએ લખી આપેલ શુષ્ક ખોરાક ખાવાનો સાંજે થાકીને આવીને મુકેશના દુઃખ દર્દવાળા ગાયન સાંભળવાના, અને જયાબેનની પ્રતીક્ષા કરવાની.

તો ચાલ હું તને રસ્તો બતાવું. ચલ ગુજરાત જઇએ, કુછ દિન તો બિતાઓ ગુજરાત મેં, ગુજરાત નહિ દેખા તો કુછ નહિ દેખા, આપણે સ્પાઇસજેટ અથવા જેટ એરલાઇન્સમાં ટ્રાવેલ કરશું તો તેની એડવરટાઇઝ મળી જશે. પ્લેનમાં બીકાજીના પડીકા, મેગી પેપસી અને કેડબરી ખાઇશું. પહોંચીને અમદાવાદમાં આઇટીસી નર્મદામાં રહેશું. હોટલમાં જતા જ સર્વીસમેન આવશે. તો આપણા જુના પહેરેલા કપડાં ઘડી ડીટરજન્ટ ધોવા આપશું પછી અમદાવાદમાં કલ્યાણ જ્વેલર્સમાં અથવા તનીષ્કમાં ખરીદી કરશું.આઇસીઆઇસીઆઇ અથવા આઇડીએફસી બેંકમાંથી પૈસા ચુકવશું.નહિ તો એસબીઆઇના એપ થી ટ્રાન્સફર મારશું આવીને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા વાંચશું. પછી ટાટા સ્કાય પર મેચ જોઇને સાંજે રિવરફ્રંન્ટ પર જઇશું રાત્રે કૌન બનેગા કરોડપતિ જોઇને, રાત્રે નવરત્ન તેલ લગાડીને સુઇ જઇશું. પછી રાજકોટ, જામનગર વગેરે સ્થળોએ જઇશું.જામનગરમાં મુકેશભાઇ આપણી વ્યવસ્થા કરશે. પેલું અનંતભાઇનું પ્રાણી સંગ્રહાલય વનતારાની મુલાકાત લઇશું. વિરપુરમાં દર્શન કરશું. જયાબેન માટે બાંધણી લેજે. આવી ભેટ અવાર નવાર આપવાથી સંબંધ સુધરે છે. ગુસ્સો ઓછો થશે.

તને તો ખબર હશે જ જયાબેન, કલોસ્ટરોફોબિક નામના રોગથી પિડાય છે. આપણ એના ગુસ્સાનું કારણ હોય છે. જામનગરથી આપણે ભાવનગર આવશું પછી શહેરનું દર્શન કરી, તને હું સાળંગપુર હનુમાનજીના દર્શન કરાવીશ. તું જે આ વચલી આંગણીમાં નીળા રંગનું માણેક પહેરે છે તે દર્શાવે છે કે તારા પર શનીની વક્ર દશા ચાલી રહી છે. તું હનુમાનજીના દર્શન કરીશને શનિ રવિ સોમ બધા સીધા-દોર થઇ જશે. પછી તું ભાવનગરથી દિલ્હી જઇને જયાબેનને લઇ મુંબઇ આવજે. હું ભાવનગરથી મુંબઇ આવી જઇશ. દર્શન પછી દિલ્હીમાં જયાજીના કાનમાં ત્રણ વાર જયશ્રીરામ બોલજે. બધી સમસ્યા સમાપ્ત થશે. આસ્તે બોલજે, પેલો અખિલેશ સાંભળશે તો ગિન્નાસે. ૧૫ ઓગસ્ટ તો ગઇ હવે ૨૬ જાન્યુઆરી, ગણતંત્રના ૭૫ વર્ષ પૂરા થશે તો રાષ્ટપતિ મહામાહિમ દ્રૌપદીજી મુર્મુજીને વિનંતી કરીશ કે આ પ્રસંગે ૨ એવોર્ડ વધારાના આપશોજી. ૧) સ્ત્રીશક્તિ એવોર્ડ ઃ જયા બચ્ચનને અને ૨) સહનશક્તિ એવોર્ડ માનનીય શ્રી અમિતાભ બચ્ચનને આપશોજી.

પણ, ભાઇ અમિત તું રોજ આખી દુનિયાને રાત્રે સવાલો પૂછતો જ રહે છે. ધરાતો જ નથી હું તને એક સવાલ ૭ કરોડનો પુછું છું. કબ કહેગી જયા રાજ્યસભામે, મેં જયા અમિતાભ બચ્ચન હું? સવાલ ૭ કરોડનો ગમ્યો હોય તો મારા શામરાવ વિઠ્ઠલ કો.બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરજે.ઓલું એસબીઆઇવાળા એપ થી ફટાફટ ફટાફટ ટ્રાન્સફર થશે...

જયહિંદ. જયશ્રીરામ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads