Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કેડીએમટી અને એસ.ટી. કમૅચારીઓ આપસમાં બાખડી પડયા, કલ્યાણની ઘટના,બસ ઉભી રાખવા પર થયો વિવાદ

કલ્યાણ પશ્ર્ચિમના એસ.ટી. ડેપોમાં બસો ઉભી કરવાના કારણે કેડીએમટી બસ ચાલકો અને એસ.ટી. કમૅચારીઓ વચ્ચે ગઈ કાલે ભર રસ્તામાં વિવાદ સર્જાયો હતો. કેડીએમટી બસ ચાલક ને ભર રસ્તામાં અટકાવતા રેલ્વે સ્ટેશન પરિસરમાં ટ્રાફીક જામ થઇ ગયો હતો.આખરે મહાત્મા ફુલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બંન્ને જૂથોને સમજાવવા નો પ્રયત્ન કર્યો હતો.
કલ્યાણ પશ્ર્ચિમના રેલ્વે સ્ટેશન પરિસરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સ્ટેશન પરિસરમાં વિકાસ કામો શરૂ છે.આ કામોને લીધે પહેલાંથીજ  ટ્રાફીક વ્યવસ્થા ખોરવાઈ છે અને તેમાં બેદરકાર રિક્ષા ચાલકોને લીધે નાગરિકો હેરાન છે. તેમા એસ.ટી.મહા મંડળના કમૅચારીઓ અને કેડીએમટી બસ કમૅચારીઓ વચ્ચે ગઈ કાલે જોરદાર વિવિધ થયો હતો.
એસ.ટી. કમૅચારીઓ નુ કહેવુ છે કે એસ.ટી.ડેપોમાં કેડીએમટીની બસોને ઉભી રાખવાની પરવાનગી નથી. તેમ છતાં કેડીએમટીની બસોને ઉભી કરવામાં આવે છે. બસમાં પ્રવાસીઓ ભરવામાં આવે છે. તને લીધે એસ.ટી.ડેપોમા ટ્રાફીક વ્યવસ્થા ખોરવાય છે. કેડીએમટીની બસો અહી ઉભી રાખવાથી સર્વે ને અગવડતાઓ નો સામનો કરવો પડે છે તેમની બસો ને હવે થી ડેપોમાં ઉભી કરવા દઈશુ નહીં.
આ બાબતે કેડીએમટીના કમૅચારીઓ નુ કહેવુ છે કે સ્ટેશન પરિસરમાં વિકાસ કામો શરૂ છે ગયા ૧૦ વર્ષ થી કેડીએમટીની બસો ડેપો ની જગ્યાએ ઉભી કરવામાં આવે છ. નવી મુંબઈ મહાનગરપાલિકાના પરીવહન વિભાગની બસો ડેપો મા ઉભી કરવામાં આવે છે તો પછી કેડીએમટી બસોનો શુ ત્રાસ પડે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads