Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ સ્ટેશન રોડ પર ફેરીયાઓનો કબજો,મનપા અધિકારી અને પોલીસની મિલીભગતથી રાહદારીઓ પરેશાન

કલ્યાણ સ્ટેશન રોડ પર ફેરીયાઓએ કબજો જમાવ્યો છે અહી શાકભાજી,ફળ ફ્રુટ,કટલરી વાળા ફેરીયાઓ બેસી ત્યાં કચરાના ઢગલા કરી ગંદકી ફેલાવે છે. અહી આડેધડ પાર્કિંગ કરીને વાહન માલિકો અવર જવર કરનારા રાહદારીઓને અડચણો ઉભી કરે છે.

સ્ટેશન પરિસરમાં વિકાસ કામો શરૂ હોવાથી સ્ટેશનથી મહમદ અલી ચોક સુધી વનવે હોવા છતાં અનેક વાહનો તેનો ભંગ કરતા જણાય છે આજ રસ્તા પર આગળ ટ્રાફીક પોલીસ કચેરી હોવા છતાં કોઈ કારવાઈ કરવામાં આવતી નથી આવા નિયમો ભંગ કરનારા વાહનો પર કારવાઈ કરવામાં આવે તો સરકાર ને સારુ ઉત્પન્ન મળે તેમ છે. બીજી તરફ મનપાના અતિક્રમણ વિભાગના અધિકારીઓ વાહનો સાથે આ રસ્તાઓ પર ઉભા હોવા છતાં કોઈ કારવાઈ કરવામાં આવતી નથી તેથી મનપા અધિકારી તથા પોલીસની મિલીભગતથી આ રસ્તાઓ પર ફેરીયાઓ બિન્દાસ ધંધો કરતા જણાય છે અને રાહદારીઓ હેરાન પરેશાન થાય છે

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads