કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના 'સી' વોર્ડમાં તુકારામનગર ખાતે ગ્રાઉન્ડ પ્લસચારમાળની અનધિકૃત ઇમારતને તોડી પાડવા માટે કડક કાર્યવાહી કરી હતી. તેવી જ રીતે 'એચ' વોર્ડમાં છ માળની બિનઅધિકૃત બિલ્ડીંગ તોડી પાડવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશીની સૂચના થી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતે પ્રેસ રિલીઝ હંમેશા જારી કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા નાગરિકોને મીડિયા દ્વારા આવી માહિતી આપવામાં આવે છે તે સારી બાબત છે. અગાઉ આવી કોઈ માહિતી આપવામાં આવતી નોહતી. જો કોઈ વજનદાર જનપ્રતિનિધિ કોઈ કારણસર મ્યુનિસિપલ વહીવટીતંત્રમાં ફરિયાદ કરે અથવા તો કોર્ટના આદેશ પછી જ અથવા અત્યંત જોખમી ઈમારત બાબતે ફરિયાદ કરે તો જ પગલાં લેવામાં આવતા.પરંતુ હવે ડૉ. વિજય સૂર્યવંશીની પહેલને કારણે પાલિકા દ્વારા કેટલા અનઅધિકૃત બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી અને કેટલા અતિક્રમણ દૂર કરાયા તેની માહિતી જનસંપર્ક કચેરી દ્વારા આપવામાં આવે છે. આ પરિવર્તન ચોક્કસપણે સારું છે, પરંતુ ભવિષ્યમાં પણ તે ચાલુ રહેશે કે કેમ તે અંગે શંકા છે.
જો કે, પાલિકા દ્વારા અનઅધિકૃત બાંધકામો અંગે આપવામાં આવેલા ટેબલમાં જમીન માલિક તેમજ ડેવલપરના નામનો ઉલ્લેખ ન હોવાનું જાણવા મળે છે. આ બાબત ચોક્કસપણે આઘાતજનક છે. આ બાબત મ્યુનિસિપલ પ્રશાસનના ધ્યાનમાં આવી કે નહીં ? તે જાણવાનો કોઈ રસ્તો નથી. જો આવું થયું હોય તો લોકોના મનમાં એવી ધારણા ઊભી થઈ શકે છે કે વહીવટીતંત્ર તેની સગવડતાપૂર્વક આ બાબતે અવગણના કરે છે.
પોતાના વોર્ડમાં છ-સાત માળની બિનઅધિકૃત બિલ્ડીંગો હોવાની વોર્ડ ઓફિસને કેવી રીતે ખબર નથી? અથવા તો વોર્ડ ઓફિસની જાણ વિના પણ 6-6, 7-7 માળની ઈમારતો કેવી રીતે ઊભી કરવામાં આવે છે તેની ઉપેક્ષા કરવામાં આવે છે કેમ ? તે પ્રશ્ન છે. આ બીજી શક્યતા વધુ હોય તેવું લાગે છે - કારણ કે થોડાક સમય પહેલા એક વરિષ્ઠ મ્યુનિસિપલ અધિકારીને અનધિકૃત બિલ્ડરો પાસેથી મોટીરકમની લાંચ લેતા ઝડપાયા હતા.
નગરપાલિકા વિસ્તારમાં બિલ્ડીંગોના બિનઅધિકૃત બાંધકામ પાછળ પાલિકાના કેટલાક અમલદારો જવાબદાર હોવાની આશંકા છે. કારણ કે પાલિકા દ્વારા અનઅધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવેલા ટેબલમાં અનઅધિકૃત બાંધકામો સાથે સંકળાયેલા લોકો સામે MRTP એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે કે કેમ તે જણાવવામાં આવતું નથી તેવુ શા માટે? વહીવટીતંત્રના આવા રવૈયા થી નાગરીકો ને આશ્ચર્ય થાય છે કે શા માટે આવુ કરવામાં આવે છે.
ડૉ. વિજય સૂર્યવંશીનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે. મોટાભાગે પાલિકાની સામાન્ય ચૂંટણી બાદ તેમની બદલી કરવામાં આવશે, પરંતુ તેઓ જતા પહેલા એમઆરટીપી એક્ટ હેઠળ શા માટે પગલાં લેવાતા નથી તેની સમીક્ષા કરીને યોગ્ય પગલાં લેવાની તેમની પાસે અપેક્ષા છે!


