Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણના આધારવાડી ડંપીગ ગ્રાઉન્ડમાં લાગી આગ, ૧૪ કલ્લાક બાદ નિયંત્રણ કરવામાં યશ મળ્યો.

દરવર્ષે ઉનાળામાં આધારવાડી ડંપીગ ગ્રાઉન્ડમાંના કચરામાં આગ લાગવાની ઘટનાઓ બને છે. ઉનાળામાં કચરો તપે છે તેથી કચરાને લીધે નિમૉણ થનારો મિથેન વાયુ જ્વલનશીલ પદાર્થ હોવાથી સળગે છે. પહેલાં ભીનો અને સુકો કચરો એક સાથે પડતો પરંતુ હાલમાં ભીનો કચરોજ નાખવામાં આવે છે તેથી આગ લાગી શકે નહી એવો દાવો કડોમપાના ઘન કચરા વ્યવસ્થાપનના ઉપાયુક્ત ડૉ.રામદાસ કોકરેએ કર્યો હતો. શનિવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યાના સુમારે લાગેલી આગને લીધે ઉપાયુક્તનો આ દાવો ખોટો ઠર્યો છે. આગપર ૧૨ કલ્લાક બાદ અગ્નીશામક વિભાગના કમૅચારીઓને નિયંત્રણ મેળવવામાં યશ મળ્યો હતો. 

૨૫ મે ૨૦૨૧થી ડંપીગ ગ્રાઉન્ડમાં કચરો નાખવાનુ પુણૅરીતે બંધ થયુ હતું હાલમાં ડોમ્બિવલીનો કચરો ત્યાં પડે છે જ્યારે ઉબરડે અને બારાવે પ્રકલ્પના સ્થળે કલ્યાણ અને અન્ય મનપા ક્ષેત્રનો કચરો શાસ્ત્રોક્ત પદ્ધતિથી  નિકાલ કરવામાં આવે છે. આધારવાડી ડંપીગ ગ્રાઉન્ડમાં કચરો નાખવામાં આવતો હોવાથી ત્યાં પ્રતિદિન ૩૦ થી ૪૦ કચરાની ગાડીઓ આવે છે.  

ઉનાળામાં આગ લાગીને ધુમાડાનો ત્રાસ થવાનુ જોખમ પણ કાયમ રહેવાથી, ઉપાયુક્તે આગ લાગશે નહીં એવો દાવો અગાઉ કર્યો હતો. આસપાસની ઈમારતોમાં રહેતા નાગરિકોએ પોતાના મોબાઈલ કૅમેરામાં આ આગનુ ચિત્રીકરણ કર્યું છે. રવિવારે બપોરે અઢી વાગ્યાના સુમારે આગપર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું આગ કાબુમાં લેવા જતાં એક અગ્નીશામક દળનો કમૅચારી કચરાપરથી લપસી પડ્યો હતો તેને મુઢ માર લાગ્યો હતો. આગપર નિયંત્રણ મેળવવા માટે પાણીના છ વાહનો અને આઠ ટેન્કર ઉપયોગમાં લેવાયાં હોવાની માહિતી અગ્ની શામક દળના વિભાગ પ્રમુખ નામદેવ ચૌધરીએ આપી હતી. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads