નાલાસોપારા પશ્ચિમ, મહા વિતરણ સબ-ડિવિઝનમાં ની એક મહિલા વીજળી કર્મચારીને વિજળી બિલની થકબાકી વસુલવા જતાં થકબાકીદાર મા-દિકરીએ આ મહિલા કમૅચારી પર હુમલો કરી મારઝુડ કરી હતી આ બાબતે નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં હુમલો કરનારી મા-દિકરી વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ અને મારઝુડ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
કલ્પના અશોક જાધવ અને સ્નેહા વિપુલ મિસાલ એ પ્રમાણે આરોપીઓના નામ છે. જ્યારે પ્રગતિ ધોક આ MSEDCL ના નાલાસોપારા પશ્ચિમ સબડિવિઝનમાં વરિષ્ઠ ટેકનિશિયન છે.
કચેરીમાંથી મળેલી યાદી મુજબ મંગળવારે બપોરે તેઓ અને તેમના સાથીદારો વેદભદ્ર એપાર્ટમેન્ટ ખાતે વીજળી બિલના થકબાકી ગ્રાહકોને વીજળી બિલ ભરવા વિનંતી કરી રહ્યા હતા ત્યારે પ્રગતિ ધોકેએ કલ્પના જાધવને વીજળી બિલની બાકી રકમ ચૂકવવાનું સૂચન કર્યું હતું. ત્યાર બાદ અન્ય થકબાકીદારો ગ્રાહકો પાસે જતાં જાધવ અને મિસાલ નામની મહિલાએ મહિલા કર્મચારી પ્રગતિ ધોકેને નીચે પાડી તેને નીચે ધકેલી દીધી હતી અને ડંડા વડે હુમલો કર્યો હતો.
ધોકેની ફરિયાદ બાદ નાલાસોપારા પોલીસે મિસાલ અને જાધવ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


