જિલ્લા રમતગમત અધિકારી સ્નેહલ સાલુકેએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ખેલો ઈન્ડિયા કેન્દ્રોના નિર્માણના પ્રથમ તબક્કામાં થાણે જિલ્લામાં બેડમિન્ટન માટે ખેલો ઈન્ડિયા ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની મંજૂરી આપી છે. આ તાલીમ કેન્દ્ર માટે ૧૨ વર્ષથી નીચેના છોકરાઓ અને છોકરીઓની પસંદગી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પસંદગી કસોટી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ યોજાશે.
કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના દ્વારા દેશભરના વિવિધ જિલ્લાઓમાં ૧૦૦૦ ખેલો ઈન્ડિયા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં થાણે જિલ્લામાં બેડમિન્ટન પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
આ તાલીમ કેન્દ્ર માટે ૧૨ વર્ષથી નીચેના ૧૫ છોકરાઓ અને છોકરીઓની પસંદગી કરવામાં આવશે. પસંદ કરાયેલા છોકરા-છોકરીઓને મફત તાલીમ આપવામાં આવશે. આ તાલીમ થાણેના દાદાજી કોંડદેવ સ્ટેડિયમ ખાતેના બેડમિન્ટન હોલમાં સવાર અને સાંજના બંન્ને સેશનમાં હાથ ધરવામાં આવી છે.
તાલીમ લેવા માગતા છોકરાઓ અને છોકરીઓની પસંદગી કસોટી ૧૫ ફેબ્રુઆરીએ દાદાજી કોંડદેવ સ્ટેડિયમ ખાતેના બેડમિન્ટન હોલમાં સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે. આ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત ગુણવત્તા શોધ પ્રક્રિયા ધોરણનો ઉપયોગ કરવામાં આવશે.
આ પસંદગી કસોટીમાં ભાગ લેવા માટે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને છોકરીઓનો જન્મ ૧ ડિસેમ્બર, ૨૦૧૦ ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ.તેઓને આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. વધુ માહિતી માટે સ્પોર્ટ્સ કોચ ઝુબેર શેખ (મો. નં. 9511827279) અને રોહન સાલ્વી (મો. 8369731221)નો સંપર્ક કરવો એવુ જીલ્લા માહિતી કાયૉલય ની અખબારી યાદીમાં જણાવ્યું છે.


