મુંબઈ ઝોનના થાણે CGST વિભાગે CGST કાયદાનું ઉલ્લંઘન કરતા વેપારી પિતા, પુત્રને પકડ્યા છે. આ કેસમાં પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને ૨૨ કરોડ રૂપિયાના નકલી GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ રેકેટનો પર્દાફાશ થયો છે.
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ યુનિટ, મુંબઈ સીજીએસટી ઝોન, થાણે સીજીએસટી પાસેથી મળેલી માહિતી અનુસાર કાર્યવાહી કરીને બે વેપારીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બંન્ને પિતા-પુત્ર છે. બે કંપનીઓ, મેસર્સ. શાહ એન્ટરપ્રાઇઝ અને મેસર્સ. યુએસ એન્ટરપ્રાઇઝ, તેમની ઓફિસ કાંદિવલી વેસ્ટ, મુંબઈ ખાતે ધરાવે છે. ફેરસ વેસ્ટ અને ભંગાર વગેરેના વેપાર માટે બંન્ને કંપનીઓ GSTમાં નોંધાયેલી છે. રૂ.૧૧.૮૦ કરોડ અને રૂ.૧૦.૨૩ કરોડ, નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ઓર્ડર લેવા અને પાસ કરવામાં સામેલ હતો. CGST એક્ટ ૨૦૧૭ ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને, બનાવટી સંસ્થાઓ પાસેથી સામાન કે સેવાઓ મેળવ્યા વિના નકલી ITC મેળવવામાં આવી હતી અને તે આ અન્ય નેટવર્ક સંસ્થાઓને આપી રહી હતી. બંન્નેની CGST એક્ટ ૨૦૧૭ ની કલમ ૬૯ હેઠળ કલમ 132 (1) (b) અને (c)નું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેને મંગળવારે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ્પ્લેનેડ, મુંબઈ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને થાણે CGST અનુસાર ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.


