કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ કમિશનર અને ૧૮ ભૂતપૂર્વ અધિકારીઓના વિરુદ્ધ બજાર પેઠ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ૧૮ અધિકારીઓ સામે બજારપેઠ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવુ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. પોલીસે છેતરપિંડી અને અનિયમિતતા તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાઓ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે.
માજી અપક્ષ કોર્પોરેટર અરુણ ગીધ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે પ્રથમ દૃષ્ટિએ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીના વકીલોએ કરેલી ફરિયાદ અને દલીલોના આધારે એડવોકેટ અક્ષય કાપડિયા, સિવિલ જજ સોનાલી શશિકાંત રાઉલે ૧૮ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ પોલીસને કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફરિયાદી દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન ૫ કમિશનર સાથે ટાઉન પ્લાનર અને અન્ય અધિકારીઓએ ડેવલપરને કલ્યાણના પશ્ચિમ ભાગમાં અહલ્યાબાઈ ચોકમાં આવેલી માણિક કોલોની તોડી પાડવાની મંજૂરી આપી હતી. ૨૦૦૪ માં અહીં ૨૩ માળનુ ટાવર બાંધવામાં આવ્યુ. જોકે આ અધિકારીઓએ પરવાનગી આપતી વખતે નિયમોનો ભંગ કર્યો છે. ખાસ કરીને ડેવલપરે ઉગ્ર વલણ અપનાવ્યું હોવાથી એફએસઆઈ આપવામાં ગેરરીતિઓ થઈ હતી. તે બાંધકામ નિયમોના સંપૂર્ણ ઉલ્લંઘનમાં બનાવવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકા અધિકારી અને ડેવલપર વચ્ચેની મીટીંગ મેમોરેન્ડમ તરીકે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.જેથી કોર્ટના દરવાજા ખટખટાવવા પડ્યા હતા. જો કે, તેણે કોઈ નોંધ લીધી ન હતી અને આખરે કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો. જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં ગોવિંદ રાઠોડ, રામનાથ સોનાવણે, એસ. એસ ભીસે, ઇ રવીન્દ્રન અને ગોવિંદ બોડકે પાંચ તત્કાલીન કમિશનરોનો તેમાં સમાવેશ છે. બિલ્ડિંગ ડેવલપર પણ તેમાં સામેલ છે અને કેટલાક ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનરોની અન્યત્ર બદલી કરવામાં આવી છે. કેટલાક નિવૃત્ત થયા છે.હાલમાં પ્લોટ પર ૨૩ માળનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ રહ્યું છે. કલમ ૪૨૦,૪૧૮,૪૧૫,૪૬૦,૪૪૮,૧૨૦ બી,૩૪ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૯ અને ૧૩ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર સમગ્ર મામલો જાન્યુઆરી ૨૦૦૪ થી અત્યાર સુધીની વચ્ચે બન્યો હતો. હાલમાં આ જમીન પર સ્કાયસ્ક્રેપર નામની ૨૩ માળની બિલ્ડીંગ બનાવવામાં આવી છે.૨૦૦૪ પહેલા માણિક કોલોનીની જમીન પર ૧૩૭ પરિવારો રહેતા હતા.અને વસાહતના ૧૩૬ પરિવારોને ન્યાય મળે તે માટે તેમની પાછળ અમો ઉભા હતા. જો કે, આ બિલ્ડીંગનો રીડેવલપમેન્ટ શરૂ થયા બાદ ડેવલપરે રહેવાસીઓને ફાળવેલ વિસ્તાર મુજબના મકાનો આપ્યા ન હતા. બિલ્ડિંગના વિકાસમાં એફએસઆઈનો દુરુપયોગ થયો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોર્ટે આ કેસમાં સામેલ ડેવલપર, આર્કિટેક્ટ અને અન્ય પાંચ મ્યુનિસિપલ કમિશનરો, ટાઉન પ્લાનિંગના આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ અને ટાઉન પ્લાનર્સ સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.


