આવનારા પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસન એ રેલ્વે સ્ટેશન પર ની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. આ સંદર્ભે શુક્રવારે આર.પી.એફ. તરફથી કલ્યાણ રેલ્વે સ્ટેશન માં શોધ મોહીમ શરુ કરવામાં આવી હતી તેમાં ખાસ ડૉગ સ્કોડની મદત લેવામાં આવી હતી.
ઝડતી દરમિયાન સંપૂર્ણ રેલ્વે સ્ટેશન ની ઝડતી લેવામાં આવી હતી આ સમયે કલ્યાણ સ્ટેશન ના આર.પી.એફ. પ્રભારી ભૂપેન્દ્રસિંહ, ઉપ નિરીક્ષક પી.પી.શેગાવકર, હેડ કોન્સ્ટેબલ ટી આર.ધાડસે અને ડૉગ સ્કોડ ટીમના હેડ કોન્સ્ટેબલ આર.આર.જાબે સહિત સર્વ સુરક્ષા દળો ના કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણ આર.પી.એફ.ના સ્ટેશન પ્રભારી ભૂપેન્દ્રસિંહ એ કહ્યું કે આવનારી ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અત્યારથી સ્ટેશનમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં વિવિધ સ્થળોએ શોધ મોહીમ શરુ કરી છે આ સાથે પ્રત્યેક શંકાશીલ વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે.
મધ્ય રેલ્વેનુ કલ્યાણ રેલ્વે સ્ટેશન ખૂબજ મોટુ રેલ્વે જંકશન છે અને આ સ્ટેશન ને મુંબઈ નુ મુખ્ય પ્રવેશદ્વાર મનાય છે. અને અહી દરરોજ ના લાખ્ખો પ્રવાસીઓ આવ-જા કરે છે પ્રજાસત્તાક દિવસ નજીકમાં આવી રહ્યો હોઈ તે દૃષ્ટિએ રેલ્વે સ્ટેશનોમાં કડક પોલીસ બંદોબસ્ત રખાયો છે.
આર.પી.એફ.ના સ્ટેશન પ્રભારી ભૂપેન્દ્રસિંહ એ કહ્યું કે રેલ્વે સંરક્ષણ દળોના કમૅચારીઓ સંપૂર્ણ રીતે સતકૅ હોઈ કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તેનો સામનો કરવા માટે સક્ષમ છે.


