નાટકની ટિકીટોનુ બુકિંગ થયુ શરુ, નિમૉતાઓને ભાડામાં છૂટ અપાઇ.
કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે અનેક નિયમો હળવા કરવાની શરુઆત કરી છે. રાજ્યમાંનાં સિનેમા ગૃહો અને નાટ્ય ગૃહો શુક્રવારથી શરૂ થઈ રહ્યા છે. નિયમો ઉઠાવી લેતાં નાટક કલાકારોમાં ઉત્સાહનુ વાતાવરણ હોઈ,નાટકના રિહર્સલ શરૂ થયાં છે.તેને ધ્યાનમાં રાખીને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનએ કલ્યાણ નુ આચાયૅ અત્રે અને ડોમ્બિવલીનુ સાવિત્રીબાઈ ફુલે કલા મંદિર આ બંન્ને નાટ્ય ગૃહો શરુ કરવા માટે ની તૈયારી કરી લીધી છે અને શનિવારે અને રવિવારથી આ બંન્ને નાટ્ય ગૃહમાં તિજો ઘંટ વાગવાનો છે નાટકોના ટિકિટ બુકિંગ મંગળવારથી શરુ થયેલ છે.
પચાસ ટકા ઉપસ્થિતિમાં આ નાટ્ય ગૃહ અને સિનેમા ગૃહો શરુ થવાના છે એક જગ્યા ખાલી રાખીને બેસવાની વ્યવસ્થા,સેનિટાયજેશન,રસિકોને માસ્ક અનિવાયૅ,આ પ્રમાણેના નિયમોનુ પાલન કરવાની સુચનાઓ અપાઇ છે કોરોનાની પ્રથમ લહેર વખતે બંધ કરાયેલ નાટ્ય ગૃહ લહેર સમાપ્ત થતાં નવેમ્બર ૨૦૨૦ થી શરુ કરવામાં આવ્યા હતા પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૧ થી કોરોનાની બિજી લહેર આવતા તે ફરી બંધ કરવામાં આવ્યા હતા હવે આ લહેર સમાપ્ત થવાના માગૅપર હોઈ નિયમો હળવા કરવાની સરકારે શરુઆત કરી છે તે પ્રમાણે શુક્રવારથી ફરીએક વખત નાટ્ય ગૃહનો પડદો ઉગડવાનો હોઈ રંગ મંચ પ્રકાશથી ઝળહળી ઉઠશે. કલ્યાણ-ડોમ્બિવલીમાના નાટ્યગૃહો પણ કલાકારો, રસિકોના સ્વાગત માટે તૈયાર થયા છે.
શનિવાર થી ડોમ્બિવલીનુ સાવિત્રી બાઈ ફુલે રંગ મંદિર અને કલ્યાણના આચાર્ય અત્રે રંગ મંદિરમાં નાટ્ય પ્રયોગો શરૂ થવાના છે ડોમ્બિવલીના કલાકાર પ્રશાન્ત દામલેના નાટકથી શનિવારે, જ્યારે કલ્યાણમાં સ્થાનિક માલવણી કલાકારોના નાટકથી રવિવારે શરુઆત થવાની છે એવી માહિતી નાટ્ય ગૃહ મેનેજર દત્તાત્રય લધવા અને માણિક શિંદેએ આપી. મંગળવાર થી ટિકિટ બુકિંગની શરૂઆત થઈ છે બુધવારે સોશલ ડિસ્ટન્સનુ માર્કીગ નાટ્ય ગૃહના પરિસરમાં કરાયુ હતું.હાલમા ચારથી પાંચ નાટકની તારીખ નક્કી કરવા મા આવી હોઈ નવેમ્બર થી તેમા વધારો કરવામાં આવશે એવો અંદાજ રાખવામાં આવે છે.
નિમૉતાઓને કોરોના દરમિયાન થયેલા નુકસાનને ધ્યાનમાં લેતાં તેમની માગણી પ્રમાણે નાટ્ય ગૃહના ભાડામાં ૭૫ ટકા છૂટ આપવામાં આવી છે જો નાટકની ટિકીટો ૩૦૦ રૂપિયા કરતાં વધુ હશે તો આ છૂટ મળશે નહી,તેઓને નિયમિત ભાડૂ ભરવુ પડશે એવો નિર્ણય કડોમપાએ લીધો છે.


