Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ચાલુ કોર્ટમાં, હત્યાના આરોપીએ સરકારી વકીલને ધમકી આપી, કોર્ટમાં સુનાવણી દરમિયાન મુક્કો માર્યો, કહ્યું- આ તો ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે ...


શુક્રવારે ભરચક કોર્ટમાં, હત્યાના આરોપીએ સરકારી વકીલને મુક્કો માર્યો અને તેને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી.  કલ્યાણ મહાત્મા ફૂલે પોલીસના જણાવ્યા અનુસાર, કલ્યાણ જિલ્લા સેશન્સ કોર્ટમાં ૨૦૧૬ ના એક ખૂન કેસની સુનાવણી ચાલી રહી હતી.  સરકારી વકીલ યોગેન્દ્ર પાટીલની ચર્ચા બાદ કોર્ટે આકાશ રાજુ તાવડેને દોષિત ઠેરવ્યો અને એટલું જ કહ્યું કે ગુના માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.  હત્યાના આરોપી આકાશ રાજુ તાવડે ફુલ ચાલુ કોર્ટમાં ચુકાદો આવતા ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં સરકારી વકીલ યોગેન્દ્ર મધુકર પાટીલને મુક્કો માર્યો અને કહ્યું કે આ ટેલર છે, પિક્ચર આવવાનું બાકી છે.  તેમ કહી આરોપીએ ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી.  પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આકાશ રાજુ તાવડે કલ્યાણ તહસીલના મ્રાલ ગામનો રહેવાસી છે અને ૨૦૧૬માં બનેલો હત્યાનો કેસમા આધારવાડી જેલમાં બંધ છે.  આ જ કેશની શુક્રવારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી.  હાલ મહાત્મા ફૂલે પોલીસે સરકારી કામમાં અવરોધ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads