સંબંધીની હત્યા કરનાર યુવકની ધરપકડ, માછલી વેચવા અંગે વિવાદ થયો હતો, ડોમ્બિવલીના ખંભાલપાડા ની ઘટના ..
ઑક્ટોબર 24, 2021
0
ડોમ્બિવલીમાં માછલી વેચવાના વિવાદમાં ૧૯ વર્ષીય યુવકે તેના જ એક સંબંધીનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી નાખી છે. ઘટના શનિવારની રાતની છે. ડોમ્બિવલીના તિલકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી ભાનુદાસ ઉર્ફે મુકુંદ દત્તુ ચૌધરી અને હિતેશ ઉર્ફે કાલ્યા સંજય નખવાલ વચ્ચે માછલી વેચવા બાબતે ઝઘડો થયો હતો. શનિવારે રાત્રે હિતેશ ઉર્ફે કાલ્યા નામના યુવકે છેતરપિંડી કરી તેના સંબંધી ભાનુદાસ ઉર્ફે મુકુંદ દત્તુ ચૌધરીને બોલાવી ખંભાલપાડા નજીકના નિર્જન સ્થળે તિક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેને હોસ્પિટલ લઈ ગઈ હતી પણ ત્યાં સુધીમાં તેનું મોત નિપજ્યું હતું. તિલકનગર પોલીસે રવિવારે હત્યાનો ગુનો નોંધી હત્યારા હિતેશ ઉર્ફે કાલ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Tags


