સંપૂર્ણ દેશભરમા પોસ્ટ વિભાગ નુ નેટવર્ક છે તેનો શુ ઉપયોગ થાય તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિચારી પોસ્ટ વિભાગ મારફત દેશ વાશીઓને વિવિધ સેવાઓ આપવાની શરૂઆત કરી તેની સાથે સાથે પાસપોર્ટ સેવા આપવાનુ શરુ કરતા તેનો લોકો ને ફાયદો થયોછે.
ભારતીય ટપાલ વિભાગ અને વિદેશ મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર મુજબ આજે સાંજે ડોમ્બિવલી ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનુ ઉદઘાટન કેન્દ્રીય દૂરસંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના શુભ હસ્તે ઓનલાઇન પાર પડ્યું હતું આ પ્રસંગે તેઓએ ઉપરોક્ત ઉદગાર કાઢ્યા હતા.
આ કાયૅક્રમમા બોલતા મંત્રી શ્રીએ જણાવ્યું કે પોસ્ટ વિભાગ ફક્ત ટપાલ અને મનિઑડૅર પુરતુ રહ્યું નથી દેશભરમાં આજના ડોમ્બિવલી સહિત ૪૨૮ પાસપોર્ટ સેવા કેન્દ્ર છે અને દિવસ દરમિયાન ૩૦૦૦ પાસપોર્ટ આપે છે.
સાંસદ ડૉ. શ્રીકાન્ત શિંદે એ કેન્દ્રીયમંત્રી નો આભાર માનતા અહિની જજૅરીત થયેલ પોસ્ટ ઓફીસ ઈમારતો ના વિકાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે મંત્રીશ્રી એ તે અંગે ઘટતું કરવા ખાત્રી આપી હતી


