Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કોરોનાની ત્રીજી લહેર આવેતો અદાલતોની કામગીરીને અસર ન કરે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવા જોઈએ - સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓક


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓકે આજે કહ્યું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવે તોપણ કોર્ટની કામગીરીને અસર ન કરે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવા જોઈએ અને સામાન્ય લોકો ને ન્યાય મળવો જોઈએ.

જસ્ટિસ ઓકને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક કરવા બદલ થાણે ડિસ્ટ્રિક્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમ કલેકટર કચેરીના નિયોજન ભવનમાં યોજાયો હતો. મુખ્ય અને જિલ્લા સત્ર ન્યાયાધીશ અનિલ પાનસરે, જિલ્લા ન્યાયાધીશ શ્રી.બ્રમ્હે, જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકર, થાણે જિલ્લા વકીલ મંડળના પ્રમુખ પ્રશાંત કદમ, મહારાષ્ટ્ર ગોવા વકીલ પરિષદના પ્રમુખ ગજાનન ચવ્હાણ મંચ પર હાજર હતા.

આ સમયે જસ્ટિસ શ્રી.  ઓકે થાણે ડિસ્ટ્રિક્ટ કોર્ટથી શરૂ કરીને એડવોકેટ થી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધીની તેમની યાત્રાને યાદ કરી.  તેમણે કહ્યું કે જ્યારે તેમણે ૧૯૮૩ માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે તેમને તેમના દાદા અને પિતા પાસેથી કાયદો વારસામાં મળ્યો અને કાયદાનું જ્ઞાન મેળવ્યું.  તેમણે કહ્યું હતું કે કાનૂની પ્રતિભા માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં જ નહીં પરંતુ તાલુકાઓમાં પણ જોવા મળે છે.

જસ્ટિસ ઓકે પોતાના પિતા શ્રીનિવાસ ઓક, જસ્ટિસ વિજય ટીપાનીસ અને પ્રભાકર પાટીલને યાદ કરીને પોતાના અનુભવો શેર કર્યા.

ડિસ્ટ્રિક્ટ કોર્ટ એડવોકેટથી લઈને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધીના  શ્રીમાન ઓકના પ્રવાસનો યુવા વકીલોએ અભ્યાસ કરવો જોઈએ અને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ, એવી અપીલ જસ્ટિસ શ્રી.પાનસરેએ આ વખતે કરી હતી.

જસ્ટિસ ઓકના રૂપમાં થાણા જિલ્લાને સવાસો વર્ષ પછી આ માન મલ્યુ છે એવુ શ્રી.ચવ્હાણ, શ્રી.કદમે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું.  આ પ્રસંગે જસ્ટિસ ઓકનું સન્માન કરવામાં આવ્યું હતું.  કલેકટર શ્રી.  નાર્વેકરે જસ્ટિસ ઓકનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. આ પ્રસંગે ન્યાયિક અધિકારીઓ, વરિષ્ઠ વકીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads