Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ઉલ્હાસનગરમા એક ૨૫ વર્ષ ના યુવકનુ તલવાર અને કોયતાના જિંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી પકડાયા


ઉલ્હાસનગર કેમ્પ નંબર પાંચ નેતાજી ચૌક ખાતે એક ૨૫ વર્ષના યુવકનુ મોત થયાનો ગુનો હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિ નુ નામ ગુડ્યા ઉર્ફે સુશાન્ત ભાસ્કર ગાયકવાડ છે.

મળેલી માહિતી મુજબ ગઈ કાલે ઉલ્હાસનગર-૫, નેતાજી ચૌક,એસ.એસ.ટી.કૉલેજ રોડ પર મૃતક સુશાન્ત ગાયકવાડ અન્ય મિત્રની સાથે ઉભો હતો ત્યારે અચાનક જૂના ઝગડા ને લીધે ચિન્ટા ઉર્ફે આકાશ પ્રકાશ શિંદે (૨૬), અમોલ આત્મારામ મોરે(૨૩), યશ વિજય રુપવતે(૧૯), આકાશ અરૂણ ખડસે(૧૯) અને અભિરુપ અનિલ થોરાત(૧૯) હાથમાં તલવાર,કોયતો,ચાકુ તથ લોખંડી પાઈપ વડે સશાન્ત ઉપર હુમલો કર્યો હતો.આ હુમલામાં સુશાન્તના માથાપર, પીઠમાં, પેટપર, હાથપર ગંભીર ઈજાઓ થઈ હતી તેથી તેનુ ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ બાબતે કૃણાલ ગાયકવાડ એ હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતાં પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને આ કેશની તપાસ એલ.એમ.સારીપુત્ર પોલીસ અધિકારી કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads