૨૭ વર્ષીય પ્રેમી યુવકને તેની ગર્લફ્રેન્ડે કહ્યું, મને તારી જરૂર નથી, તું મરી જા પછી પ્રેમી યુવકે આવેશમાં આવી આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ખાસ વાત એ છે કે આત્મહત્યા કરતા પહેલા તેણે ફેસબુક લાઈવ દ્વારા કલ્યાણ પશ્ચિમ વિસ્તારમાંના એક ઘરમાં રહીને પોતાની જીવનયાત્રાનો અંત લાવ્યો હતો.
આ યુવકે ફેસબુક લાઈવમાં કહ્યું છે કે તે પ્રેમ સંબંધને કારણે આત્મહત્યા કરી રહ્યો છે.આ બાબતે મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંકુશ નામદેવ પવાર (ઉંમર ૨૭) આ આત્મહત્યા કરનાર યુવકનું નામ છે.
મૃતક અંકુશ મૂળ તેના પરિવાર સાથે જાલના જિલ્લા ના ભોકરદાન તાલુકાના પિંપલગાંવ રેણુકાઈ ગામમાં રહેતો હતો. અંકુશ ચાર વર્ષ પહેલા કામની શોધમાં કલ્યાણ આવ્યો હતો અને રહેવાની ખરાબ પરિસ્થિતિને કારણે ખાનગી હોસ્પિટલમાં વોર્ડબૉય તરીકે કામ કરવા લાગ્યો હતો. લગભગ આ સમય દરમિયાન, તે છૂટાછેડા લીધેલી યુવતીને મળ્યો,અને તે પરિચય બાદ પ્રેમમાં ફેરવાઈ ગયો. ખાસ વાત એ છે કે અંકુશનું છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે અફેર હતું. બંન્ને એ લગ્ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. અંકુશના સગા સંબંધીઓનો આરોપ છે કે તેણે છોકરીની હેરાનગતિને કારણે આત્મહત્યા કરી હતી. જોકે, અંકુશને ખબર પડી કે ભેગા થયેલા તે પ્રેમીકાને લગ્ન કરવા માટે જમા કરવા આપતો હતો તે પૈસા પાર્ટી કરવા અને મોજમસ્તી માટે ખર્ચવામાં આવી રહ્યા છે. તેના કારણે તેણે તેની ગર્લફ્રેન્ડને તેના વિશે પૂછ્યું, જેના કારણે બંન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. યુવતી અંકુશ સાથે અસભ્ય વતૅન કરવા લાગી હતી. પરિણામે, તેને લાગ્યું કે પ્રેમીકાનું વર્તન બદલાઈ ગયું. તેથી પ્રેમી યુવકે જીવનો અંત લાવી દેવાની ધમકી આપી ત્યારે પ્રેમિકાએ એમ પણ કહ્યું, 'તું મરી જા, મને તારી જરૂર નથી.' બંન્ને વચ્ચે આ વિવાદ થયા બાદ ગુરૂવારે સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ અંકુશે થોડીવાર ફેસબુક લાઈવ કરીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા, તેણે કહ્યું છે કે તે આત્મહત્યા કરી રહ્યો હતો કારણ કે તે પ્રેમમાં દગો મળ્યો હતો. મૃતકના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રને તેની ગર્લફ્રેન્ડ દ્વારા કરવામાં આવેલી હેરાનગતિને કારણે આત્મહત્યા કરી હતી.



