થાણે જિલ્લામાં, સોમવારથી હોટલો અને રેસ્ટોરન્ટ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે. બીજી બાજુ, રેસ્ટોરન્ટ માલિકો ગુસ્સામાં છે કે જિલ્લા વહીવટીતંત્રે પ્રતિબંધો હળવા કરતી વખતે થાણેમાં અન્ય દુકાનોની માફક હોટલ અને રેસ્ટોરન્ટની સમય મર્યાદા વધારી નથી.જો કે, કલ્યાણના હોટેટ માલીકોએ નારાજગી વ્યક્ત કરી છે.કલ્યાણમાં હોટેલ અને રેસ્ટોરન્ટોએ પણ સમય વધારી આપવાની માંગણી માટે તેમની હોટલ બંધ કરવાની ચેતવણી આપી છે. રાજ્ય સરકારના નિર્ણયની પૃષ્ઠભૂમિ પર કલ્યાણમાં હોટેલ એસોસિયેશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કલ્યાણની દરેક હોટલની બહાર અમારા માટે ન્યાય અને પ્રતિબંધ હળવા કરવાની માંગણી કરતા હોર્ડિંગ્સ લાગેલા હતા.અમે બધા છેલ્લા દોઢેક વર્ષથી આર્થિક સંકટમાં છીએ.હોટેલ માલીકોને છેલ્લા દોઢ વર્ષમાં મોટું નુકસાન થયું છે. જ્યારે સરકાર પ્રતિબંધો લાદે છે અથવા છૂટછાટ આપે છે ત્યારે અમારા એસોસિયેશનને ધ્યાનમાં લેવાની જરૂર છે, તેથી સરકારે અમને દુકાનદાર તરીકે ગણવા જોઈએ અન્યથા, અમે હોટલ બંધ રાખવાની ચેતવણી પણ આપી છે.


