Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કાર ડ્રાયવરને જીવતોઠાર કરી તેના મૃતદેહને કસારાઘાટમાં ફેકનારા ૬ આરોપીઓના વિરોધમાં મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ


કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં કાર ચોરી કરવાના ઈરાદે કાર સાથે ડ્રાયવરનુ અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી તેના પુરાવાઓ નાબૂદ કરવા તેનો મૃતદેહ કસારા ઘાટમાં ફેકી દેનારા ૬ આરોપીઓના વિરોધમાં કલ્યાણ મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

મળેલી માહિતી મુજબ આરોપી રાહુલ કુમાર બાબુરાવ ગૌતમ (૨૪), ધર્મેન્દ્ર કુમાર ગૌતમ (૨૭), વિશાલ કુમાર નાહર, કરણ કુમાર,બચઈ ગૌતમ તથા અમન ગૌતમ રહેનાર ઉત્તર પ્રદેશ,ભદ્રોહી સર્વે મળીને કાર ચોરી કરવાનો પ્લાન બનાવી કલ્યાણ થી ધૂળે જવાના બહાને એક ઉબર કંપનીની અરટીકા કાર બુક કરાવી શિવાજી ચૌક થી આગ્રા રોડ પર ધૂળે તરફ નિકડ્યા હતા ત્યારે પડગા થી કસારા દરમ્યાન કાર ડ્રાયવરને તિક્ષ્ણ હથીયાર વડે મોતને ઘાટ ઉતારી તેનો પુરાવો નાશ કરવા તેના મૃતદેહને કસારા ઘાટમાં ફેકી દઇ આરોપીઓ કાર ચોરી કરી ભાગી ગયા હતા.આ બનાવ ૧ ઑગસ્ટ થી લઈને ૯ ઓગસ્ટ સુધી બન્યો હોઈ તેનો ગુનો મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રદિપ પાટીલ તેની તપાસ કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads