અલગ અલગ યુક્તિઓ મારફત સાયબર ગુનેગારો નાગરિકોની આર્થીક છેતરપિંડી કરી રહ્યા છે, કોઈક વાર બેન્કમાંથી બોલું છું એવુ કહીને ગુનેગારો નાગરિકોના ડેબીટ,ક્રેડીટ કાર્ડ સહિત બેન્ક ખાતાંની સંપૂર્ણ માહિતી લેતા હોય છે તો કોઈક વાર ઇનામ અથવા લોટરી લાગી હોવાની લાલચ આપવામાં આવે છે. ઓનલાઇન શોપિંગના મારફત નાગરિકોના બેન્ક ખાતાંમાં થી રકમ સાફ કરે છે કેટલીક વખત સારા પગારની નોકરી અપાવવાના નામે નાગરિકોની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવે છે.આ શિવાય,અનેક લોકો બેન્ક અથવા અન્ય ફાયનાન્સ કંપનીના નંબર માટે ઓનલાઈન સચૅ કરે છે પરંતુ સાયબર ગુનેગારો આ નંબર બારોબાર બદલી કરીને આ નંબર પર ફોન કરનાર નાગરિકોને પોતાની જાળમાં ફસાવી છેતરપિંડી કરવા લાગ્યા છે. સિમકાડૅ ડિએક્ટીવેટ કરવાનુ બહાનુ કરીને છેતરપિંડી કરવાના બનાવો બને છે.ફસાવનારી લીંક મોકલાવી ગુનેગારો નાગરિકોના બેન્ક ખાતાંમાંના પૈસા બારોબાર કાઢી નાખે છે. કૅશબૅક રિવોડૅ,કેવાયસી અપડેટ બાબતે ગુનેગારો નાગરિકોને ફસાવનારા કૉલ કરતા હોવાનું બહાર આવ્યું છે.આવા અનેક કારણો મારફત સાયબર ગુનેગારો નાગરિકોની આર્થિક લૂટ કરતા હોવાથી છેતરપિંડી બાબતે મોટા પ્રમાણમાં નાગરિકોની ફરીયાદો આવવા લાગી છે.ખાસ તો એકે ગયા કેટલાક વર્ષોથી ઓનલાઇન છેતરપિંડીની ફરીયાદો મોટા પ્રમાણમાં વધી છે.
આ બાબતે થાણા પોલીસના સાયબર સેલ તરફથી મળેલ માહિતી મુજબ સન ૨૦૧૮ થી જૂન ૨૦૨૧ આ સમયગાળા દરમ્યાન સાયબર સેલ પાસે ઓનલાઇન છેતરપિંડીના બે હજાર ૮૬૫ ફરીયાદો આવી હતી તે પૈકી ૬૧૭ ગુના દાખલ થયા તે ગુનાઓ પૈકી ૧૦ ટકા એટલેકે ફક્ત ૬૨ ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ગુનાઓ ઉકેલવાનુ પ્રમાણ ખૂબજ ઓછુ હોવાથી સાયબર ગુનેગારો ઉપર કંટ્રોલ આવે કઈ રીતે, એવો પ્રશ્ર્ન નાગરીકો ઉપસ્થિત કરી રહ્યા છે આ સવૅ ગુનાઓમાં નાગરિકોની થયેલી આર્થિક છેતરપિંડી થયાનો આંકડો આંખોમાંથી આંસુંઓ લાવનારો છે.ગયા સાડાત્રણ વર્ષમાં અધધ આઠ કરોડ ૧૯ લાખ ૫૦ હજાર ૩૭૭ રૂપિયાની છેતરપિંડી થઈ છે.આ રકમ પૈકી ફક્ત ૯૧ લાખ ૯૯ હજાર ૨૦૩ રૂપિયા છેતરપિંડી થનારાઓને પાછા મલ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે કુલ છેતરપિંડી થયેલી રકમ પૈકી ફક્ત ૧૧ ટકા રકમ નાગરિકો ને પરત કરવામાં પોલીસને સફળતા મળી છે.



