કડોમપા ક્ષેત્રમાં રસ્તાની લંબાઈ ૫૩૨ કિલોમીટર છે.તે પૈકી૩૮૨ કિલોમીટરના રસ્તા કલ્યાણ-ડોમ્બિવલી શહેરોમાં બાકીના ૧૫૦ કિલોમીટર રસ્તા ૨૭ ગામોમાં આવેલા છે. મહાપાલિકા હદમાંના હાથની આંગળીઓને વેઢે ગણાય એટલા રસ્તાઓનુ કૉક્રીટીકરણ થયેલ છે અને બાકીના રસ્તા ડામરના છે. ડામરના રસ્તાઓની હાલત ખરાબ છે. સિમેન્ટ કાંક્રીટીકરણના કામોપણ યોગ્ય રીતે થયા નથી. આ રસ્તાઓની સપાટી સમાન ન રહેતાં તે નાગરિકો માટે ત્રાસદાયક ઠરી રહી છે તની સાથે સાથે અનેક જગ્યાએ નાખેલા પેવ્હર બ્લોક ઉખડી જતાં તેની જગ્યા ખાડાઓએ લીધી છે તેથી વાહન ચાલકોને ત્રાસ સહન કરવો પડે છે.
કલ્યાણ પશ્ર્ચિમ ના ટિળક ચૌક,લાલ ચૌકી,પાર નાકા,દૂધ નાકા,સંતોષીમાતા રોડ, બિરલા કૉલેજ રોડ, સહજાનંદ ચોક,રામબાગ,બેતુરકર પાડા, આગ્રા રોડ,ચિકનઘર, ગાંધારી રોડ, કલ્યાણ પૂર્વ ના કોલસાવાડી,ખડે ગોલવલી,કાટેમાનવલી,આડીવલી, ઢોકળી,નાદીવલી પરિસર, ડોમ્બિવલી એમ.આય.ડી. સી.નિવાસી વિભાગ,સાગલી,સાગાવ,ઘરડા સકૅલ,ખંભાલપાડા, કલ્યાણ-ડોમ્બિવલી રેલ્વે સમાન્તર રસ્તા,કચોરે બીએસયુપી માગૅ,ઠાકુરલી હનુમાન મંદિર,ઠાકુરલી ઉડાણપુલ અને પરિસર આ મુખ્ય રસ્તા ખાડામાં ગયેલા છે તેની સાથે સાથે કલ્યાણ શિલ રોડ પર સિમેન્ટ કાંક્રીટીકરણનુ ધીમી ગતિએ ચાલતુ કામ ત્રાસદાયક ઠરી રહ્યું છે.આ મોટા રસ્તાની સાથે શહેરમાંની અંદરના રસ્તાઓ તેમાથી બાદ નથી ડોમ્બિવલી પશ્ર્ચિમ ગણેશ નગર સહિત મોઠા ગાવ ઠાકુરલી,દેવીચા પાડા, નવાગામ,ગુપ્તેરોડ,જૂની ડોમ્બિવલી આ સવૅ સ્થળે ખાડાઓ પડેલા છે.



