દિવા થી પનવેલ લોકલની માગણી નાગરિકો તરફથી થઈ રહી છે.દિવા થી પનવેલ દરમિયાન દાતીવલી,નિળજે,તળોજા પંચાનંદ,નાવડે રોડ,કળંબોલી, પનવેલ આ પ્રમાણે ના સ્ટેશનનો હોઈ ત્યાં નાગરિકોની વસ્તી ઝડપથી વધી રહી છે હાલમાં દિવા થી રોહા દરમિયાન શટલ સેવા છે પરંતુ દરરોજ ઠરાવીક સમય માટેજ આ ગાડીઓ છૂટે છે તેથી નોકરી, ધંધાઓ નિમિત્તે મુંબઈ, થાણા ખાતે આવવા જવા માટે નિળજે,તળોજા ખાતેના નાગરિકોને પહેલાં કલ્યાણ-ડોમ્બિવલી,દિવા અથવા મુબ્રા સ્ટેશને જવુ પડે છે અને ત્યારબાદ પ્રવાસ શરુ થાય છે તેમાં પૈસાની સાથે સાથે સમય પણ વેડફાય છે. પરિવહન સેવા પણ અપુરી પડતી હોવાથી તેમને પ્રચંડ ત્રાસ સહન કરવો પડે છે.હાલમા નવી મુંબઈ એરપોર્ટ નુ કામ શરૂ છે તેનો પણ મોટાભાગનો વિસ્તાર આવિસ્તાર સાથે જોડાયેલો છે તેમજ આ પરિસરમાંથી કેન્દ્ર સરકારનો મલ્ટીમૉડલ કૉરિડોર જવાનો હોઈ તેનુ પણ કામ શરૂ છે.આવા મોટા મોટા પ્રોજેક્ટો ને લીધે લોક સંખ્યા વધી રહી છે ત્યારે લોકો સરળતાથી આવન જાવન કરી શકે તે દૃષ્ટિકોણથી લોકલ સેવા શરુ કરવી એવી માગણી પાટીલે આ પત્રમાં કરી છે.
દિવા થી પનવેલ લોકલ શરુ કરો, રેલ્વે મંત્રી રાવ સાહેબ દાનવેને મનસે આમદાર રાજૂ પાટીલનુ નિવેદન
ઑગસ્ટ 13, 2021
0
દિવા થી પનવેલ દરમિયાન લોકલ સેવા તેમજ એમ.એમ.આર ક્ષેત્રમાં થાણા અને રાયગઢમાંના રેલ્વે સ્ટેશનો પર આધુનિક સુવિધાઓ પુરી પાડવા માટેનો પ્લાન બનાવો એવી માગણી મનસે આમદાર રાજૂ પાટીલે ગઈ કાલે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે પાસે કરી છે. પાટીલ એ દિલ્હીમાં દાનવેની મુલાકાત લઈ તેમને નિવેદન આપ્યું છે.



