મળેલી માહિતી મુજબ આરોપી રાહુલ કુમાર બાબુરાવ ગૌતમ (૨૪), ધર્મેન્દ્ર કુમાર ગૌતમ (૨૭), વિશાલ કુમાર નાહર, કરણ કુમાર,બચઈ ગૌતમ તથા અમન ગૌતમ રહેનાર ઉત્તર પ્રદેશ,ભદ્રોહી સર્વે મળીને કાર ચોરી કરવાનો પ્લાન બનાવી કલ્યાણ થી ધૂળે જવાના બહાને એક ઉબર કંપનીની અરટીકા કાર બુક કરાવી શિવાજી ચૌક થી આગ્રા રોડ માર્ગે ધૂળે તરફ નિકડ્યા હતા ત્યારે કસારા દરમ્યાન કાર ડ્રાયવરને તિક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી મોતને ઘાટ ઉતારી તેનો પુરાવો નાશ કરવા તેના મૃતદેહને કસારા ઘાટમાં ફેકી દઇ આરોપીઓ કાર ચોરી કરી ભાગી ગયા હતા.આ બનાવ ૧ ઑગસ્ટ થી લઈને ૯ ઓગસ્ટ સુધી બન્યો હતો આ બાબતે ગુનો મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રદિપ પાટીલ તેની તપાસ શરૂ કરી ટોલનાકાના સીસીટીવી ફૂટેજ તપાસી ઉતર પ્રદેશ ના ભદોહીથી ત્રણ આરોપીઓની અટક કરી હોવાનુ કલ્યાણના પોલીસ ઉપાયુક્ત વિવેક પાનસરે એ આજે પત્રકારોને જણાવ્યું હતું પકડાયેલા આરોપીઓમા ધર્મેન્દ્ર ગૌતમ રાહુલ ગૌતમ તથા હરિશ્ચંદ્ર ઉફૅ અમન ગૌતમ નો સમાવેશ થાય છે. ખૂન થયેલા મૃતક કાર ડ્રાયવરનુ નામ અમૃત સિદ્ધરામ ગાવડે (૩૫) હોઈ નવી મુંબઈ ,ઐરોલીના આનંદ નગર નો રહેવાશી છે. કલ્યાણ મહાત્મા ફુલે પોલીસે તેનો મૃતદેહ કસારા ઘાટમાથી કહોવાયેલી હાલતમાં બહાર કાઢી તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે
ઉબરકાર ડ્રાયવરનુ ખૂનકરી તેના મૃતદેહને કસારાઘાટ માં ફેકનારા ૬ આરોપીઓ પૈકી ૩ને પોલીસે પકડી પાડયા, ફાસ્ટટેગ ને લીધે પોલીસ ને મળ્યો સુરાગ
ઑગસ્ટ 12, 2021
0
કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં કાર ચોરી કરવાના ઈરાદે કાર સાથે ડ્રાયવરનુ અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી તેના પુરાવાઓ નાબૂદ કરવા તેનો મૃતદેહ કસારા ઘાટમાં ફેકી દેનારા ૬ આરોપીઓ પૈકી ૩ આરોપીને પોલીસે પકડી પાડયા છે. કાર માલીક નો ફાસ્ટ ટ્રેક મા ટોલનાકાઓ પર કપાતી રકમ પરથી આરોપીઓ ઉત્તર પ્રદેશના ભદ્રોહી ગયા તેનુ પગેરું મળતા કાર માલીકે કરેલી ફરીયાદ પરથી આરોપીઓ ને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.આ બાબતે તેમના વિરોધમાં કલ્યાણ મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.
Tags



