પાલક મંત્રી એકનાથ શિંદે અને મેયર નરેશ મ્હસ્કે ટીડીઆરએફ ટીમ સાથે મહાડના તાલિએ ગામ રવાના
રાયગડના મહાડ ખાતેનાતાલિઆ ગામે અકસ્માતની જાણ થતાં જ થાણે જિલ્લા પાલક મંત્રી એકનાથ શિંદે અને મેયર નરેશ મ્હસ્કે સાથે થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ટીડીઆરએફ) ની ટીમ સ્થળ પર પહોંચી હતી.
કોંકણ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમાંના મોટાભાગના વિભાગોને અસર થઈ છે. મહાડના તાલિઆ ગામે આજે સવારે અચાનક થયેલા ભૂસ્ખલનમાં કુલ૩૨ લોકોનાં મોત નીપજ્યાં હોવાના સમાચાર મળ્યા છે. થાણે જિલ્લા પાલક મંત્રી એકનાથ શિંદે અને મેયર નરેશ મ્હસ્કે સાથે થાણે ટીડીઆરએફ ટીમ પીડિતોને બચાવવા ધટનાસ્થળ પર દોડી ગઈ છે. થાણે મ્યુનિસિપલ કમિશનર ડો.વિપિન શર્માએ અકસ્માતની ગંભીરતા તરફ ધ્યાન આપતાં થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સ્થળ પર પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. તે મુજબ થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ટીડીઆરએફ) ના ૧૨ જવાબો, ૧ ડ્રાઈવર, ૧ મિની બસ આજે બપોરની આસપાસ રવાના કરવામાં આવી છે.


