એલટીટીની આરપીએફ ટીમે સહી સલામત બાળકીને કાકા કાકીને સોપી
કલ્યાણ રેલ્વે સ્ટેશન પર સામાન ઉતારવાની ઉતાવળમાં રોકાયેલા એક પરિવારે તેમની માસૂમ છ મહિનાની બાળકીને ટ્રેનમાંજ ભુલી ગયા હતા, જેને એલટીટીની આરપીએફ ટીમે બહાર કાઢી તેની કાકા કાકીને સોંપી હતી. આ ઘટના કલ્યાણ રેલ્વે સ્ટેશનની છે. પરિવાર સાથે વારાણસીથી મુંબઇ આવતા શિવનારાયણ ગૌતમને નાલાસોપારા જવું પડ્યું હતું, તેથી તેઓ કલ્યાણ સ્ટેશન પર ઉતરી ગયા હતા. પરિવાર સામાન ઉતારવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેઓ ટ્રેનમાં બેઠેલા પોતાના નિર્દોષ છ માસના બાળકને ભૂલી ગયા. જ્યારે ટ્રેન ઉપડવાની શરૂઆત કરી ત્યારે સંબંધીઓએ તે બાળકીને યાદ કરી. અહેવાલ છે કે ફરજ પર તૈનાત ટીસીની મદદથી આ ઘટનાની જાણ તાત્કાલિક લોકમાન્ય તિલક ટર્મિનસની આરપીએફ ટીમને કરવામાં આવી હતી. એલટીટી આરપીએફના પ્રભારી કેશવ રાણાએ જણાવ્યું હતું કે આ માહિતી મળતાની સાથે જ આરપીએફની ટીમ તલાશી લેવા માટે તૈનાત કરી દેવામાં આવી. ટ્રેન આવતાની સાથે જ આરપીએફના સબ-ઇન્સ્પેક્ટર બબલુ કુમાર અને તેના સાથીઓએ એસ-વન કોચમાંથી બાળકીને બહાર કાઢી અને પોલીસ સ્ટેશને લઈ આવ્યા. બાળકીના કાકા શિવનારાયણ ગૌતમ અને કાકી આંજણાના આગમન બાદ, ૬ મહિનાના બાળકને સંપૂર્ણ સલામતીમાં સોંપવામાં આવ્યો હતો. શિવનારાયણ જૌનપુરના તાસૌરી ગામનો રહેવાસી છે અને તેના પરિવારજનો કલ્યાણ સ્ટેશન પર ઉતારતી વખતે ઉતાવળમાં બાળકીને ભૂલી ગયા હતા.



