ડોમ્બિવલી પોલીસે વિધવા અને છૂટાછેડા લીધેલા મહિલાઓ જેમને ઉચ્ચ શિક્ષણ લીધું છે તેમની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે છેતરપિંડી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે અને તેની પાસેથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ રકવર કરી છે. આ પકડાયેલા આરોપીનું નામ શૈલેષ બોમ્બાર્ડેકર ઉર્ફે પ્રથમ માને છે અને તે વિરારનો રહેવાસી હોવાનું જણાવાયું છે. એવું કહેવામાં આવે છે કે શૈલેષ ઉર્ફે પ્રથમ માને કન્યા અને વરરાજા માહિતી કેન્દ્ર દ્વારા વિધવા મહિલાઓની માહિતી મેળવી ભાવનાત્મક રૂપે મુલાકાત કરી છૂટો પાડતો હતા, ત્યારબાદ તે મહિલાને લગ્નની લાલચ આપીને તેના ઘરેણાં ઘરેથી બહાનુ બનાવી લઈ જતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત મહિલાએ ૧૬ એપ્રિલે ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શૈલેષ ઉર્ફે પ્રથમ માને નામનો શખ્સ તેના ૧૦ તોલા સોનાના દાગીના છેતરપિંડી કરી લઈ ગયો છે.તેની મુલાકાત વર વધુ માહિતી કેન્દ્ર મારફત થઈ હતી. વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર સંજય સાબળે, પોલીસ ઇન્સ્પેક્ટર આર.ખિલરે અને ક્રાઈમ બ્રાંચના અધિકારી ગણેશ વડની ની ટીમે જ્યારે તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું હતું કે આવી બીજી મહિલાઓ સાથે અનેક છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.શૈલેશની ધરપકડ મુંબઇના કાંદિવલીથી કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન પોલીસે લાખો રૂપિયા કિંમતના ૧૪૦ ગ્રામ સોનાના દાગીના કબજે કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આવી અન્ય ૩ મહિલાઓ સાથે આવા પ્રકારની ઘટનાઓ બની છે જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.



