Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

૨૨ વર્ષની વયે ૫૬ ગુનાઓનો માસ્ટર માઇન્ડ, વસઈ પોલીસ પર હુમલો કરનારની આખરે ધરપકડ


લાખ્ખોના કિંમતી દાગીના અને શસ્ત્રો સહિત ચોરેલા ૧૬ વાહનો પોલીસે કબજે કર્યા.

વસઈ પોલીસ ટીમ પર હુમલો કરનારા માસ્ટર માઇન્ડ ને કલ્યાણ પોલીસે આ હુમલાખોરની ધરપકડ કરી છે.  ધરપકડ કરાયેલ હુમલો કરનાર એક પાપી ગુનેગાર હોવાનું કહેવાઈ રહ્યું છે, જેણે ફક્ત ૨૨ વર્ષની ઉંમરે અત્યાર સુધીમાં ૫૬ ઘટનાઓ કરી છે.  મંગળવારે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપતાં કલ્યાણ ડીસીપી વિવેક પાનસરે જણાવ્યું હતું કે,ખડકપાડા પોલીસ સ્ટેશના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અશોક પવારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મધુકર ડભડે, અશોક આહેર, જીતેન્દ્ર થોક, અશોક પવાર, સદાશિવ દેઓર, સુનિલ પવાર, આનંદ , ચેતન ખાંબેકર, દીપક થોરાત અને સુરેશ બડેએ અંબિવલી સ્થિત ઈરાની વસાહત પર દરોડા પાડ્યા હતા અને અબ્દુલ્લા સંજય ઇરાની ઉર્ફે સૈયદની ધરપકડ કરી હતી.  ધરપકડ બાદ પોલીસે ૧ લાખ ૭૫ હજારના દાગીના અને ૧૬ મોટર સાયકલ સહિત અનેક તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા છે.  વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અશોક પવારના જણાવ્યા મુજબ કલ્યાણ, થાણે, મુંબઇ અને નવીમુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ૫૬ ગુના નોંધાયા છે.  આરોપીને ભારે મુશ્કેલી બાદ ખડકપાડા પોલીસે પકડી પાડયો છે.  કારણ કે કલ્યાણ પોલીસ જેની શોધ કરી રહી હતી, તે વસઈ પોલીસ ઉપર હુમલો કરાયા બાદથી તે ફરાર હતો. તાજેતરમાં ખડકપાડા પોલીસે વસઈ પોલીસ ઉપર કરેલા હુમલાના કુખ્યાત ગુનેગાર માસ્ટર માઇન્ડ હૈદર ઈરાનીની ધરપકડ કરી હતી, જેની સામે ૧૦૦ થી વધુ ગુના નોંધાયેલા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads