ડોમ્બિવલીના કોપર ઉડાણ પુલ પર ગડૅર બેસાડવાનુ કામ માચૅ મહિનામાં શરુઆત થઈ હતી. ચોમાસા પહેલા ઉડાણ પુલનુ કામ પુરુ થઈ ડોમ્બિવલી વાસીયોને ટ્રાફીકની ગંભીર સમસ્યામાંથી છુટકારો મળશે એવી શક્યતા પાલિકા કમિશનર ડૉ.વિજય સૂયૅવંશીએ વ્યક્ત કરી હતી પરંતુ વરસાદ ચાલુ થઈ ને પણ એક અઠવાડિયુ વિતી ગયુ છતાં ઉડાણ પુલનુ કામ અધુરુંજ છે. સ્લેબ અને ડાબરીકરણનુ કામ ક્યારે પુરું થશે એવો સવાલ નાગરિકો તરફથી થઈ રહ્યો છે.
ડોમ્બિવલી પૂર્વ-પશ્ર્ચિમને જોડનારો કોપર ઉડાણ પુલ ધોખા દાયક થવાથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ માં તેને બંધ કરવામાં આવ્યો હતો અને આ પુલ પરનુ ટ્રાફીક ઠાકુરલી પુલપર વાળવામાં આવ્યુ હતુ પરંતુ ઠાકુરલીનો પુલ સાંકડો હોવાથી ત્યાં દરરોજ ટ્રાફીકની ગંભીર સમસ્યાનો સામનો નાગરિકો ને કરવો પડે છે.
આ પુલના કામનો આદેશ એપ્રિલ ૨૦૨૦મા અપાયો છે ત્યારબાદ કોરોના સંક્રમણને લીધે કામની ગતી એકદમ ધીમી થઇ ગઈ હતી.
માર્ચ ૨૦૨૧મા કોપર ઉડાણ પુલ પર ગડૅર બેસાડવાનુ કામ શરુ કરાયું તે સમયે પાલીકા કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ ચોમાસા પહેલાં આ પુલને ટ્રાફીક માટે ખુલ્લો મુકવામાં આવશે એવુ ક્હ્યું હતુ પરંતુ પ્રત્યક્ષમાં ચોમાસાની શરૂઆત થઈને પણ હજુ પુલનુ કામ ૨૦ થી ૨૫ ટકા બાકી છે.
ત્રિજા તબક્કાના ગડૅર બેસાડવામાં થયેલો વિલંબ અને વેલ્ડીગ કામ માટે લાગનારો ઓક્સિજન મળવામાં ઉભી થયેલી અછતને લીધે કામમાં મોડુ થયેલ છે પરંતુ હાલમાં ગડૅર પર સ્લેબ બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ચોમાસાને લીધે અડચણ ઉભી થતી હોઈ કામ ધીમું શરૂ છે.ચોમાસુ શરૂ થતાં ડાબરીકરણ મા અડચણો આવવાની શક્યતા હોવાની અભિયંતા વતૉવે છે અને જૂલાઈ આખર સુધીમાં આ કામ પુરુ થશે તેવુ અભિયંતા તરણ જુનેજા જણાવે છે.


