Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

૧૬,૦૦૦ ની લાંચ લેતા માર્કેટ ઇન્સ્પેક્ટરની ધરપકડ, કલ્યાણની એપીએમસી માર્કેટમાં વર્ષોથી ચાલી રહ્યું છે લાયસન્સ બદલીનુ કોભાન્ડ


કલ્યાણની એપીએમસી માર્કેટમાં વર્ષોથી ચાલી રહ્યું છે લાયસન્સ બદલીનુ કોભાન્ડ

કલ્યાણ કૃષિ ઉત્પન બજાર સમિતિના ઇન્સ્પેક્ટર જયવંત ગજાનન અધિકારી નામના શખ્સને ફૂલોને બદલે શાકભાજીનું લાઇસન્સ આપવાના નામે રૂપિયા ૧૬૦૦૦ની લાંચ લેવાના કેસમાં થાણે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ ઝડપી લીધો છે.

એપીએમસીના માર્કેટ ઇન્સ્પેક્ટર જયવંત અધિકારીએ કલ્યાણના વેપારી પાસેથી ફુલના લાયસન્સ ને બદલે ભાજીપાલાનુ લાઇસન્સ ટ્રાન્સફર કરી આપવા માટે રૂપિયા ૧૬ હજારની લાંચ માંગી હતી.  ફરિયાદીએ ઇન્સ્પેક્ટરની વાત માનતા થાણાના એન્ટીકરપશન વિભાગમાં આ અંગેની ફરીયાદ કરી હતી.બુધવારે સાંજે એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું અને લાંચ સ્વીકારતાં એપીએમસીના માર્કેટ ઇન્સ્પેક્ટર જયવંત અધિકારીની ધરપકડ કરી હતી.  કલ્યાણની કૃષી ઉત્પન્ન બજાર સમિતિ માં ફૂલ બજાર અને શાકભાજી બજારમાં લાયસન્સ વાળી દુકાન વેચવાનું કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે.  ફૂલોના બજારમાં કેટલાક કહેવાતા દલાલો બીજાના નામે ગાળા પર કબજો કરે છે અને અધિકારીઓની સાથે મળીને તેઓ તેને ત્રીજાના નામે ટ્રાન્સફર કરે છે અને મૂળ માલિક હાથ ચોળતો રહી જાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads