ભિવંડી અંજૂરફાટા નજીક આવેલ મહાવિર રેસીડેન્સી બિલ્ડીંગમા અનધિકૃત બાંધકામ અને ખુલ્લી જગ્યામાં બાધેલા જૈન મંદિર ના સંદર્ભમાં ફરીયાદ કરનારાને સ્થાનિક ભાજપના નગરસેવક નિલેશ ચૌધરી અને તેમના સમર્થકોએ જબરજસ્ત ધોલાઈ કરી છે. આ બાબતે પોલીસે નગર સેવક તથા તેમના સમર્થકોના વિરોધમાં ગુનો દાખલ કર્યો છે
નિલેશ ચૌધરી એ કહ્યું કે આ લોકો અનધિકૃત બાંધકામ હટાવવાનો વિરોધ નથી કરતા આ બિલ્ડરે હાલારી જૈન સમાજના લોકોની માગણીને લીધે બિલ્ડીંગ પરિસરમાં બાધેલા મંદિરને તોડવાનો વિરોધ કરી રહ્યા છે આ લોકોએ મનપા કમિશનર અને પોલીસ ઉપાયુક્તને નિવેદન આપી મંદિર ન તોડવાની માંગણી કરી છે.
મામલો શુ છે.
મહાવીર રેસીડેન્સી ના બિલ્ડરે ભિવંડી મનપા પાસેથી લિધેલી પરમીશન કરતા વધારાનુ બાંધકામ કર્યું છે બિલ્ડરે કંપાઉન્ડની દિવાલને અડીને કરેલા અનધિકૃત બાંધકામ,તથા ઇમારતમાં ખાલી પડેલી જગ્યામાં મંદિર બનાવ્યું છે તે અંગેની ફરીયાદ બિલ્ડીંગના રહેવાશી વિનેશ ગુટકાએ મનપા કમિશનર ને કરી હતી તેની તપાસમાં મંદિર નુ બાંધકામ અનધિકૃત જણાયુ હતુ તેમછતાં કોઇ કાર્યવાહી ન થતાં ફરીયાદી આ બાંધકામ ને હટાવવા માટે હાઈકોર્ટમાં એક યાચીકા દાખલ કરી હતી જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મનપાનેઆ અનધિકૃત બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો હતો તેથી મનપાના અતિક્રમણ વિભાગ ની ટીમ મહાવિર રેસીડેન્સી બિલ્ડીંગ નુ અનધિકૃત બાંધકામ તોડવા માટે ગઈ હતી મનપાની ટીમ બાંધકામ તોડી રહી હતી ત્યારે નગર સેવક નિલેશ ચૌધરી અને તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા અને ત્યાં હાજર રહેલા ફરીયાદી વિનેશ ગુટકાની સાથે વાદ વિવાદકરી નિલેશ ચૌધરી અને તેમના સમર્થકોએ ગુટકાની ખુબજ પીટાઈકરી હતી.આ બાબતે વિનેશ ગુટકાએ કરેલી ફરીયાદ ને લીધે નારપોલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬,૧૪૩,૧૪૭,અને૧૪૮ પ્રમાણે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



