કલ્યાણના એક ફ્લેટમાં ભારતીય ચૂંટણી પંચના (ઇસીઆઈ) બનાવટી મતદાર ઓળખકાર્ડ મળી આવવાના મામલે ખડકપાડા પોલીસ સ્ટેશનમાં કામેશ મોરે નામના શખ્સ ના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કલ્યાણમાં નાયબ તહેસીલદાર તરીકે કાર્યરત વર્ષા રાજેશ થલકરે આ મામલે કેસ દાખલ કર્યો છે.
કલ્યાણ પશ્ચિમમાં ખડકપડા ખાતેના માધવ સંસારમાં ફ્લેટ નંબર બી-૨,મા આ બનાવટી ઓળખ કાર્ડ મળી આવ્યા છે. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોર્પોરેટર તરીકેનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૦માં સમાપ્ત થયો હતો અને કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. જો કે, ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બનાવટી મતદાર ઓળખકાર્ડ આ દૃષ્ટિકોણથી બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
પત્નીએ પતિ કામેશ મોરે સામે દહેજનો કેસ દાખલ કર્યો હતો. કામશેને ઘરે જઇને પત્નીને પજવણી ન કરવાની શરતે કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આ પછી, કામશે તેની દીકરીને કહ્યું કે તે ઘરે કાર્ડ મેળવવા માટે આવી રહ્યો છે. તેની પત્નીને આ અંગેની જાણ થતાં જ તેણે કલ્યાણ તહેસીલદાર દિપક અકાડેને જાણ કરી. આ બાબતે અકાડે એ નાયબ તહેસિલદાર વર્ષા થલકરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તે પ્રમાણે, નાયબ તહસિલદાર થલકરે કાર્યવાહી કરી ઘરમાંથી આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલા નકલી મતદાર ઓળખકાર્ડ જપ્ત કરી અને કામેશ મોરે વિરુદ્ધ ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.