વૃક્ષ વાવેતર આસપાસના વિસ્તારને હરીયાળી બનાવે છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આથી જ આ વર્ષના પર્યાવરણ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા એક અનોખી યોજના અમલમાં લાવી રહી છે. ૫ મી જૂને "પર્યાવરણ દિવસ" નિમિત્તે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઓછામાં ઓછું ૧ વૃક્ષ વાવો અને તમારો સેલ્ફી ફોટો kdmcsocialmedia2020@gmail.com સાથે આ ઈ-મેલ આઈડી પર મોકલો.આ ફોટો ને સોશ્યલ મીડિયા પેજ પર પ્રકાશિત થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના રોગચાળાના વ્યાપને જોતા, હાલની ઓક્સિજનની અછત અને નાગરિકોના સહયોગને ધ્યાનમાં રાખીને શક્ય તેટલા વૃક્ષો રોપવા હિતાવહ છે. જો કે, આ વર્ષે પર્યાવરણ દિવસ એટલે કે ૫ મી જૂન ના રોજ આપણે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન એક નવી કલ્પના લઈને આવી રહી છે, તેને વૃક્ષારોપણ કરો અને તમારી સેલ્ફી મોકલો! નો સહકાર આપી આ જનહીત ના કામ માં મદદરૂપ બનો