મ્યુનિસિપલ કમિશનર ડો.વિજય સૂર્યવંશીએ આજે ભારે વરસાદ દરમિયાન અકસ્માતો અટકાવવા માટે જોખમી એવા તમામ હોર્ડિંગ્સને હટાવવા નિર્દેશ આપ્યો છે. ચાલુ હવામાન વિભાગ દ્વારા જૂન મહિનાથી મ્યુનિસિપલ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને અગવડતા ન થાય તે માટે લેવામાં આવતા પગલા અંગે મ્યુનિસિપલ અધિકારીઓ અને અન્ય સરકારી એજન્સીઓ સાથે ઓન લાઇન આયોજિત સમીક્ષા બેઠકમાં તેમણે આ સૂચના આપી હતી. ૯ થી ૧૨ હવામાન વિભાગે ૯ જૂનથી ૪ દિવસના ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી કમિશનર ડો. વિજય સૂર્યવંશીએ તરત જ તમામ સંબંધિત વિભાગોની ઓનલાઇન બેઠક બોલાવી હતી અને તમામ સંબંધિતોને જરૂરી સૂચના આપી હતી, જેમાં તેમણે ભારે વરસાદ દરમિયાન જોખમી ઇમારતોને તાત્કાલિક ખાલી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સૂર્યવંશીએ તમામ વોર્ડ વિસ્તારના અધિકારીઓને ભારે વરસાદના કિસ્સામાં ત્રણ દિવસ પૂરતો ડીઝલ સ્ટોર કરવાની સૂચના પણ આપી હતી જેથી જો હોસ્પિટલનો વિજળી પુરવઠો ખોરવાય ત્યારે જનરેટરની વૈકલ્પિક વ્યવસ્થા સરળતાથી થઇ શકાય. જ્યાં જૂના વૃક્ષો પડવાની સંભાવના છે ત્યાં કાપણીની પ્રક્રિયા તાત્કાલિક થવી જોઈએ એવી સૂચનાઓ સૂર્યવંશીએ મુખ્ય ગાડૅન અધિક્ષક શ્રી સંજય જાધવને આપ્યો. કમિશનરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે નીચાણવાળા વિસ્તારોમાંની નાની ગટર અને નાળાઓને પ્રાથમિકતા આપી સાફ કરો એવી સૂચનાઓ સંબંધિત વોર્ડ એરિયા અધિકારીઓને, એમ.એસ.ઇ.ડી.સી.એલ. ના એક્ઝિક્યુટિવ ઇજનેરને આપી હત કોર્પોરેશનની જમ્બો કોવિડ હોસ્પિટલને વિજળી પુરવઠો અવિરત શરૂ રહેવો જરૂરી છે. પરિવહન વિભાગના ડેપ્યુટી કમિશનર દીપક સાવંત, તેમજ સવૅ વિભાગીય નાયબ કમિશનરોએ તેમના વોર્ડની મુલાકાત લેવી જોઈએ અને એકંદરે પરિસ્થિતિનો સતત અહેવાલ લેવો જોઈએ.