Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ઉલ્હાસ નગરમાં ઉલવા રેતીના બાંધકામો બાબતે સતકૅ ૫૦૫ ઈમારતોપર પાલીકાની નજર


મે મહિનામાં ઉલ્હાસનગરમા બનેલી બે ઘટનાઓમાં ઈમારતના સ્લૅબતુટી ૧૨ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.ખાસતો એકે ૧૯૯૪ થી ૧૯૯૮ દરમ્યાન ઈમારતોના સ્લૅબ બાબતે કારવાઈ કરી તોડવામા આવેલ પરંતુ ત્યારબાદ ઉલવારેતીનો ઉપયોગકરી આ સ્લૅબ ભરવામાં આવેલા તે પ્રમાણે પાલીકાના અધિકારઓએ કરેલા સર્વેમાં ૧૯૯૪ થી ૧૯૯૮ દરમ્યાન ઉભી કરાયેલ ૫૦૫ ઈમારતોની યાદી તૈયાર કરી છે કમિશનર ડૉ.રાજા દયાનીધીના આદેશથીઆ યાદી ઉલ્હાસનગર મનપાની વૅબ સાઈટ ઉપર મુકવામાં આવી છે.ભવિષ્યમા આ ઈમારતો ધોખાદાયક ઠરે નહી માટે તેનુ સ્ટકચરસૅ ઓડિટ કરવાનુ આવાહન કરવામા આવ્યું છે. વૉડૅ ક્રમાંક ૧ માં ૯૪, બેમાં ૧૩૩, ત્રણમાં ૧૧૮,અને ૪ મા૧૬૦ ઈમારતોનો સમાવેશ થાય છે.

મે મહિનામાં મોહની પેલેસ અને બીજી એક ઈમારતતુટી પડવાથી ઉલ્હાસનગરમા જીવીત હાની થઈ હતી. આ ઈમારતોના સ્લૅબ ઉલવારેતીમાથી ભરાયેલા હતા તેથી પાલક પ્રધાન એકનાથ શિંદેએ ઘટના સ્થળ ની મુલાકાત લઈ તુરંત ૧૯૯૪ થી ૧૯૯૮ દરમ્યાન તોડવામા આવેલી ઈમારતોનો સ્લૅબ ફરી જોડવામાં આવ્યા હતા તથા તેમા ઉલવા રેતીનોવપરાશ કરયેલા સ્લૅબ ફરી ભરવામાં આવ્યા હતા તેથી આવી ઈમારતોને વૉડૅ પ્રમાણે સરવે કરવાનો આદેશ કમિશનર ડૉ.રાજા દયાનિધીને આપ્યો હતો. તે પ્રમાણે એડિશનલ કમિશનર ડૉ.કરુણા જુઈકરની ટીમને સર્વે કરવાની જવાબદારી સોંપાઈ હતી.

ઉલ્લાસ નગરમાં ૧૪૭ ધોખા દાયક ઈમારતોનો સમાવેશ થાય છે.આ ઈમારતોમા રહેતા નાગરિકોને સ્થળાંતર કરી તેમને ટેમ્પરવારી સ્વરૂપ માં પુનર્વસન નો પયૉય શોધી આવશ્યક કાયૅવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

સ્ટકચરસૅ ઓડિટ ની તૈયારી શરૂ કરવામાં આવી છે કેટલી ઈમારતો તોડવામાં આવેલ સ્લૅબનુ વેલ્ડીગની જોડણી કરીને બાંધકામો ઉલવા રેતીથી કરવામાં આવ્યા તેનો અહેવાલ વહેલી તકે પ્રાપ્ત થશે તે પ્રમાણે કમિશનર ના આદેશ થી કાયૅવાહી કરવામાં આવશે એવુ જન સંપર્ક અધિકારી યુવરાજ ભદાણે જણાવે છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads