વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ એક મહિનામાં તૈયાર થઈ જશે, એક જ બિલ્ડિંગમાં જાહેર બાંધકામ વિભાગ, જિલ્લા પરિષદ,મામલતદારની કચેરી,લગભગ અઢી હજારની ક્ષમતાના પાર્કિંગ, મ્યુનિસિપલ માર્કેટનો પણ તેમા સમાવેશ રહેશે.
થાણે સ્ટેશન રોડ વિસ્તારમાં ૧૦૦ વર્ષ જુની ઇમારતોમાં પથરાયેલા સરકારી કચેરીઓને એકસાથે લાવવા અને તેમને એક છત નીચે લાવવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ શહેરી વિકાસ પ્રધાન અને થાણે જિલ્લા પાલક પ્રધાન એકનાથ શિંદેની કલ્પનાથી આકાર લઈ રહ્યો છે અને મંગળવારે મંત્રાલયમાં તેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટ માટે એક મહિનાના સમયગાળામાં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
થાણે સ્ટેશન રોડ વિસ્તારમાં કેટલાક મકાનો જેવા કે મામલતદાર કચેરી, જાહેર બાંધકામ વિભાગ કચેરી, જિલ્લા પરિષદ બિલ્ડિંગ, જુના થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડિંગ, જીલ્લા પરિષદ ગર્લ્સ સ્કૂલ. જો કે, લગભગ ૧૦૦ વર્ષ જુની આ ઇમારતો હવે ખૂબ જર્જરિત થઈ ગઈ છે અને તેનો પુનર્વિકાસ કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોથી, શિંદે આ બિલ્ડિંગોને અદ્યતન સરકારી કચેરીઓ સાથે બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઇમારતોના પુનર્વિકાસનો મુદ્દો ઘણા સમયથી પેન્ડીંગ છે અને હવે તેને ઝડપથી પૂર્ણ કરવાની જરૂર છે. શિંદે બેઠકમાં જણાવ્યું હતું. તેમણે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડૉ.વિપીન શમૉને પણ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો જેથી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી શકાય.
આ વિસ્તારની કચેરીઓનો એક સાથે પુનરવિકાસ કરવામાં આવશે અને તમામ કચેરીઓ એક જ બિલ્ડિંગમાં રાખવામાં આવશે. આ જગ્યાએ આઇકોનિક મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ બનાવવામાં આવશે અને કચેરીઓને આ બિલ્ડિંગમાં હાલની તુલનામાં બમણી જગ્યા મળશે. આ ઉપરાંત, સામાન્ય લોકો અને બિલ્ડિંગમાં નવી બનાવવામાં આવેલી ખાનગી કચેરીઓમાં પાર્કિંગની પૂરતી સુવિધા મળશે. આ ઉપરાંત આ બિલ્ડિંગની બાજુમાં શાળા માટે એક અલગ બિલ્ડિંગ અને ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. ઉપરાંત, કેટલીક નાની ખાનગી કચેરીઓ અને કેટલીક જગ્યાઓ મ્યુનિસિપલ માર્કેટ શરૂ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
મંગળવારે બેઠક મળી હતી ત્યારે શિંદેની સાથે સચિવ શહેરી વિકાસ મહેશ પાઠક, સચિવ જાહેર બાંધકામો અનિલકુમાર ગાયકવાડ, થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નારવેકર, થાણે મ્યુનિસિપલ કમિશનર ડો. વિપિન શર્મા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



