ડોમ્બિવલી એમઆઈડીસીમાં એક જ બંગલામાંથી ૧૧ સાપ મળી આવ્યા છે. ગયા રવિવારે પોઝ હેલ્પલાઇનના કૉલ મુજબ, ૧ માદા કોબ્રા નાગણ મળી આવી હતી. તેણીનું પ્રકૃતિમાં સુરક્ષિત રીતે પુનર્વસન થયું. અને ગઈકાલે તે જ બંગલાના યાર્ડમાં ૧૧ જેટલા કોબ્રા નાગ મળી આવ્યા હતા. પોઝના સ્વયંસેવક ઋષિ સુરસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એક પછી એક સાપને પકડવાનું શરૂ કર્યું હતું. એક કલાકમાં જ બંગલામાંથી ૧૧ જેટલા ઝેરી કોબ્રા નાગ મળી આવ્યા. સંસ્થાના ડિરેક્ટર નિલેશ ભાણગેએ જણાવ્યું હતું કે તમામ નાગના બચ્ચાઓ લગભગ એક અઠવાડિયાના હતા અને તે એકજ નાગણના હતા અને ગયા અઠવાડિયે તેમનું પુનર્વસન કરનારી માદા નાગણએ ઇંડા મૂક્યા હશે. તે જ સમયે, એમઆઈડીસીના નાગરિકોની એક મોટી ભીડ ઝેરી સાપને જોવા માટે એકત્ર થઈ હતી અને સલામતીના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું અને ૧૧ કોબ્રા બચ્ચાને પકડી લેવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે ડોમ્બિવલી નજીકના જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા.
આ એક પ્રકારના ઝેરી સાપ છે. કોબ્રા મુખ્યત્વે એશિયા અને આફ્રિકાના ઉષ્ણતા ધરાવતા દેશોમાં જોવા મળે છે. પોઝ સંસ્થા એ છેલ્લા ૨૧ વર્ષમાં ૬૦૦ થી વધુ સાપનું પુનર્વસન કર્યું છે. સપ્તાહ દરમિયાન, ડોમ્બિવલીથી ૧૫ જુદા જુદા સાપને મુક્ત કરવામાં આવ્યા છે અને એક વીંછીનું પણ પુનર્વસન કરવામાં આવ્યું છે.



