કલ્યાણ તાલુકાના ટિટવાલા-ફાલેગાંવ રોડ પર રૂંડે ગામ નજીક, કાલુ નદીના પાટિયામાં, સ્મશાન નજીક, એક સ્કૂટીને દોરડા વડે બાંધી કાલુ નદીના પાટિયામાં ફેંકી હતી. આ મામલો ગઈકાલે સામે આવ્યો હતો. પોલીસને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્કૂટરને નદીમાંથી બહાર કાઢ્યું હતું.
એક યુવકની લાશ એક સ્કૂટર સાથે બાંધેલી ગુણીમાંથી મળી આવી હતી. કલ્યાણ તાલુકાના નદીના પટમાં લાશ મળી હતી. આ બનાવની માહિતી મળતા કલ્યાણ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પંચનામું હાથ ધર્યુ હતુ. ત્યારબાદ મૃતદેહને શબપરીક્ષણ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
એક ગુણીમાંથી શરીરના આઠ ટુકડાઓ મળી આવ્યા હતા. આ મામલો ગઈકાલે સામે આવ્યો હતો. પોલીસને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્કૂટરને નદીમાંથી બહાર કાઢયું હતું. પોલીસને સ્કૂટરમાંથી ૨૦વર્ષીય વ્યક્તિની લાશ મળી હતી યુવકની લાશને તીક્ષ્ણ હથિયારથી આઠ ટુકડા કરી કોથળામાં ભરેલી મળી આવી હતી.બે દિવસ પહેલા યુવકની નિર્દય પણે હત્યા કરાઈ હોવાની શંકા તાલુકા પોલીસે વ્યક્ત કરી છે એમએચ ૦૫ એવાય ૩૬૭૭ નંબરની ટુ વ્હીલર કબજે કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બે દિવસ પહેલાની લાશ મળી આવી હતી.જેના મૃતદેહની હજુ સુધી ઓળખ થઈ નથી આ કેસમાં કલ્યાણ તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યા અને પુરાવા નાશ કરવા બદલ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ વણઝારી દ્વારા આપવામાં આવી હતી. હત્યા કરાયેલ યુવકની ઓળખ થઈ શકી નથી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.