ઉલ્હાસનગરના કેટલાક ઝૂંપડપટ્ટીના ઘરોમાં બિન્દાસ કોરોના રોગચાળા દરમ્યાન આરટીપીસીઆર પરીક્ષણ સ્વેબ સ્કિટ કોઈ પણ સુરક્ષા વિના પેક કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્હાસનગરમા ખુલાસો થયો કે ખીમાણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બિન્દાસ કોરોના આરટીપીઆરસી પરીક્ષણ સ્વેબ સ્ટીક બનાવવામાં આવી રહી છે. મનપા કૉર્પોરેશન ના એડિશનલ કમિશનર કરુણા જુઇકરે પોલીસની સાથે આ વિસ્તારનું નિરીક્ષણ કરી અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.
ઉલ્હાસનગર કોઈપણ વસ્તુને નકલી બનાવટ માટે પ્રખ્યાત છે. તેથી જ આ શહેર યુએસએ તરીકે વિશ્વમાં જાણીતું છે.કેમ્પ નંબર a વિસ્તારમાં આવેલા ખેમાણી પરિસરના જ્ઞાનેશ્વર નગરમાં કેટલાક ઝૂંપડપટ્ટીમાં બિન્દાસ કોરોના રોગચાળા દરમિયાન આરટીપીસીઆર પરીક્ષણ સ્વેબ સ્કિટ કોઈ સુરક્ષા વિના પેકીગ થતી હતી. શું આવા પરીસરમાં પેકિંગ થતી આરટીપીઆરસી પરીક્ષણ સ્વેબ સ્કિટનો ઉપયોગ કોરોના પરીક્ષણને યોગ્ય બનાવશે? એવો સવાલ પૂછવામાં આવે છે. દરમિયાન, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઉલ્લાસ નગર મનપાના એડિશનલ કમિશનર કરુણા જુઇકરે ઘટનાની નોંધ લીધી હતી અને બુધવારે બપોરે પોલીસ સાથે મળીને આ વિસ્તારની તપાસ કરી હતી. તેમણે એવી પણ ટિપ્પણી કરી કે અહીં બનાવેલા આરટીપીઆર કોરોના પરીક્ષણ સ્વેબનો ઉપયોગ આપણા શહેરમાં થતો નથી.
મનપાના એડિશનલ કમિશનર કરુણા જુઇકરે ખેમણી જ્ઞાનેશ્વરનગર વિસ્તારની પોલીસની સાથે તપાસ કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કોઈપણ સુરક્ષા વિના ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં કોરોના મહામારી માં આરટીપીઆર સ્વેબ પરીક્ષણ સ્ટીકોને કેવી રીતે પેક કરાય ? આવો સવાલ ઉભો થયો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વહીવટ વિભાગ સહિતના સ્થાનિક મ્યુનિસિપલ વહીવટ અને પોલીસ વિભાગને આ બાબતની જાણ કેમ નથી? આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઝૂંપડપટ્ટી વિભાગમાં આરટીપીઆર સ્વેબ પરીક્ષણ સ્કિટ ભરવામાં આવી રહી છે તેથી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ વધી રહી છે. આવા કોરોના રોગચાળા દરમિયાન નાગરિકોના જીવ સાથે રમત રમાય છે. મહાપાલિકાના એડિશનલ કમિશનર કરુણા જુઇકરે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસની સાથે ધટનાસ્થળની તપાસ કરવાની હિંમત કરી છે અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.