Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કોરોના કાળમાં ફસામણીને બલિ ન ચડવા માટે આરોગ્‍ય સહાય સમિતિ દ્વારા વિશેષ પરિસંવાદ !


કોરોના કાળમાં રુગ્‍ણાલયો દ્વારા થનારી ફસામણીના વિરોધમાં સંગઠિત થઈને લડત આપો ! - આરોગ્‍ય સહાય સમિતિ

કોરોનાને કારણે દર્દીની સ્‍થિતિ ગંભીર હોય ત્‍યારે દર્દી બચી જાય, તે માટે આપણે કોઈપણ પરવા કર્યા વિના તે દર્દીને રુગ્‍ણાલયમાં દાખલ કરીએ છીએ; પરંતુ આપણા શાસને નિર્ધારિત કરેલા રુગ્‍ણસેવાના દર, આવશ્‍યક ઔષધિઓ, પર્યાયી ઔષધિઓ, આપણા અધિકાર, વર્તમાન કાયદા ઇત્‍યાદિ જાણતા ન હોવાથી આપણી મોટા પ્રમાણમાં લૂંટફાટ ચાલુ થાય છે. આ અડચણના સમયે અનેક લોકો માનસિક રીતે ઢીલા થઈ જઈને લડવાનો વિચાર છોડી દે છે. તેથી લૂંટફાટ કરનારાઓનું ફાવે છે. આવા સમયે આપણે ઉપલબ્‍ધ કાયદાઓ અને ઔષધોપચાર વિશે યોગ્‍ય જાણકારી લેવાથી આપણી ફસામણ ટળી શકે છે. એ માટે કોરોના કાળમાં થનારી ફસામણીના વિરોધમાં સંગઠિત રીતે લડવું જોઈએ. આપણે જિલ્‍લાધિકારી, મહાનગરપાલિકા આયુક્ત અને પોલીસ પાસે ફરિયાદ કરીને દોષીઓ પર કાર્યવાહી કરવા માટે પ્રયત્ન કરી શકીએ, એવું પ્રતિપાદન આરોગ્‍ય સહાય્‍ય સમિતિના મુંબઈ જિલ્‍લા સમન્‍વયક ડૉ. ઉદય ધુરીએ કર્યું. તેઓ ‘આરોગ્‍ય સહાય્‍ય સમિતિ’ વતી આયોજિત ‘કોરોના કાળમાં ફસામણીના બલિ : આપણા અધિકાર ઓળખો !’, આ ‘ઑનલાઈન વિશેષ પરિસંવાદ’માં બોલી રહ્યા હતા. આ સમયે પુના ખાતેના ‘શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કૉલેજ અને જનરલ હૉસ્‍પીટલ’ના ઘેનશાસ્‍ત્ર તજ્‌જ્ઞ (anaesthetist) ડૉ. જ્‍યોતિ કાળે પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમ હિંદુ જનજાગૃતિ સમિતિના Hindujagruti.org સંકેતસ્‍થળ પરથી તેમજ ‘ટ્વીટર’ અને ‘યુ-ટ્યૂબ’ના માધ્‍યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમ 6632 લોકોએ નિહાળ્યો.

આ પરિસંવાદના પ્રારંભમાં હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્‍ટ્રીય માર્ગદર્શક સદ્‌ગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળેના સંદેશનું વાચન કરવામાં આવ્‍યું. ‘સમાજવ્‍યવસ્‍થા ઉત્તમ રાખવી, એ પ્રશાસનનું કર્તવ્‍ય છે; પરંતુ પ્રશાસન અને સમાજવ્‍યવસ્‍થા ભ્રષ્‍ટ થઈ હોવાથી આપણે તેના વિરોધમાં અવાજ ઊઠાવવો પડશે’, એવું તેમણે તેમના સંદેશમાં કહ્યું. આ સમયે સમગ્ર દેશના વિવિધ રાજ્‍યોમાંના કેટલાક દર્દીઓ તેમજ દર્દીઓના સગાંસંબંધીઓએ તેમની કેવી રીતે લૂંટફાટ કરવામાં આવી, તેના અનુભવ કથન કર્યા. તેમજ કેટલાક દર્દીઓને સમયસર ઉપચાર ન આપવાથી તેમનું મૃત્‍યુ થયું હોવાનું પણ તેમણે કહ્યું. આ વિશે બોલતી વેળાએ ડૉ. ધુરીએ આગળ ઉમેર્યું કે, ખાનગી રુગ્‍ણાલયોમાં પ્રચંડ લૂંટફાટ ચાલુ છે. આવી લૂંટફાટ કરનારા થાણા જિલ્‍લામાં ‘થાણા હેલ્‍થકેર’ અને ‘સફાયર’ આ બન્‍ને રુગ્‍ણાલયોના વિરોધમાં ‘આરોગ્‍ય સહાય સમિતિ’એ થાણા મહાનગરપાલિકા આયુક્ત પાસે ફરિયાદ કરી હતી. આ બન્‍ને રુગ્‍ણાલયો દ્વારા 16 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્‍યો છે; પણ આવા રુગ્‍ણાલયો પર ફોજદારી ગુનો દાખલ કરીને તેમને દર્દીઓના પૈસા પાછા આપવાની ફરજ પાડવામાં આવવી જોઈએ, તો જ જનતાને ખરા અર્થમાં ન્‍યાય મળશે. તે માટે આપણે ‘ગ્રાહક મંચ’ પાસે ફરિયાદ કરવી જોઈએ.

‘રેમડેસિવિર’ ઇંજેક્‍શન વિશે બોલતી વેળાએ ડૉ. જ્‍યોતિ કાળેએ કહ્યું કે, ‘રેમડેસિવિર’ ઇંજેક્‍શન માટે જીવનરક્ષક તરીકે માન્‍યતા નથી. ગંભીર દર્દી ન રહેલાઓને પ્રારંભના કાળમાં આ ઇંજેક્‍શનનો લાભ થાય છે; પણ આ ઇંજેક્‍શનને ‘ફૅબીફ્‍લૂ, ફૅબીપીરૅવીર, સ્‍ટેરૉઈડ, પ્રતિજૈવિક (ઍન્‍ટી-બાયોટિક), ઑક્સિજન ઇત્‍યાદિ અનેક પર્યાય છે. આ સર્વ પર્યાયી ઔષધિઓથી દર્દીઓ સાજા થાય છે. આ બાબત પ્રશાસન અને વૈદ્યકીય સંગઠનોએ જનતાને કહેવી જોઈએ. આ સમયે લોકોએ પોતાના અનુભવ ‘આરોગ્‍ય સહાય સમિતિ’ને જણાવવા, એવું આવાહન પણ કરવામાં આવ્‍યું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads