મદદનીશ કમિશનરને મ્યુનિસિપલ કમિશનરનો આદેશ
થાણા શહેરમાં ચોમાસાને ધ્યાનમાં લેતાં, શહેરની સી -૧ કેટેગરીની ઉચ્ચ જોખમવાળી ઇમારતો ખાલી કરાવી તેને તુરંત તોડી નાખો અને તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવુ તમામ સહાયક કમિશનરો અને કાર્યકારી ઇજનેરોને મનપા કમિશનર ડૉ. વિપિન શર્મા એ કહ્યું.તદ ઉપરાંત તેમણે તમામ સહાયક કમિશનરોને ૩૧ મે સુધીમાં શહેરના તમામ નાલાઓની સફાઇ પૂર્ણ કરવા સૂચના પણ આપી હતી.
શહેરમાં વરસાદી માહોલમાં ધોખા દાયક મકાનોને લીધે કોઈ પણ કટોકટી ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર ડો.વિપિન શર્માએ સી ૧, સી ૨ અને સી ૩ એ ગ્રુપ મુજબની વોર્ડ કમિટી મુજબની ધોખા દાયક બિલ્ડિંગોની વિઝ્યુઅલ સિસ્ટમ દ્વારા સમીક્ષા કરી હતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતી જોખમી મકાનોની સૂચિ જાહેર કરી દેવામાં આવી છે. લોકમાન્ય નગર-સાવરકરનગર, કલવા, મજીવાડા-માનપડા, દિવા, મુમ્બ્રા, ઉથલસર, વર્તકનગર, નળપદા વગેરે વોર્ડ સમિતિઓ તમામ સહાયક કમિશનરોને ડૉ.વિપિન શર્માએ કાર્યવાહી કરવા સૂચના ઓ આપી છે.
આ સાથે જ હાલ ચાલુ રીપેરીંગ કામો વહેલી તકે પૂર્ણ કરવા તેમજ ધન કચરા વિભાગ વતી દરેક વૉર્ડ વિસ્તારમાં ના નાળાની સફાઇ ૩૧ મે સુધી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
સાર્વજનિક બાંધકામ વિભાગને તાત્કાલિક ચેમ્બર કવર સ્થાપિત કરવા, ખાલી જગ્યાઓ ભરવા અને જ્યાં ચેમ્બર આવરી લેવામાં આવતું નથી તેવા ખાડાઓ ભરવાની સૂચના પણ અપાઇ હતી. દરમિયાન, વાવાઝોડા ને લીધે, શહેરના માર્ગો પર વરસાદી પાણીથી કચરો જમા થયેલો છે તેને તાત્કાલિક સાફ કરવાની સૂચના આપી હતી.