ગઈકાલે દિવસ દરમિયાન કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકા ના વિવિધ વોર્ડ વિસ્તારોમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં રૂ.૧,૩૦,૦૦૦/- નો દંડ વસૂલ કરાયો,૨૬૪ નાગરિકોના એન્ટિજેન પરીક્ષણો કરાયા અને ૧૫ દુકાનો સીલ કરાઈ
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં કોરોનાના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને, કોરોના દર્દીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે, આગામી ૧૫ દિવસમાં મ્યુનિસિપલ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ તેમજ રસ્તા પર વગર કારણે ફરતા નાગરિકોનું એન્ટિજેન પરીક્ષણ કરવાનો આદેશ મનપા કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ ટેલિવિઝન મારફત પાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે મળેલી ઓન લાઇન બેઠકોમાં આપ્યો હતો. તે સંદર્ભે કોર્પોરેશનના વોર્ડ એરિયાના અધિકારીઓએ પોલીસની મદદથી રૂ.૧,૩૦,૦૦૦ દંડ, તેવી જ રીતે કોઈ પણ યોગ્ય કારણ વગર રસ્તા પર ફરતા ૨૬૪ નાગરિકોની એન્ટિજેન ટેસ્ટ ગઈકાલે કરવામાં આવી હતી અને તેમાંના એક પોઝિટિવ દર્દી ને મ્યુનિસિપલ કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે.
નિયમોના ભંગ કરવા ના કારણે ગઈકાલે પાલિકા વિસ્તારમાં કુલ ૧૫ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. અને તેમની પાસે થી ૩૫,૦૦૦ / - નો દંડ વસૂલવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ વિસ્તારમાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે શક્ય તેટલું મહત્વ ના કામ વિના બહાર ન જવું, જાહેર સ્થળોએ કામ કરતી વખતે વિના માસ્ક ન ફરવુ અને કોરોના સામેની લડતમાં પાલિકાને સહકાર આપવા તાકીદ કરવામાં આવી હતી.