Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ડોમ્બીવલીમા વાવાઝોડા એ મચાવેલો આતંક, ઠેર ઠેર વૃક્ષો અને પતરાં ઉખડી પડવાના બનાવો


કલ્યાણ તથા ડોમ્બિવલી શહેરમાં જોરદાર ફુંકાયેલા પવનના વાવાઝોડા ને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ઉખડી પડવાના, સોસાયટી ઓના ટેરેસો પરના પતરાઓ ઉડી જવાના, વિજળી ના તારો તુટી પડવાના બનાવો બનતા લોકો હેરાન પરેશાન થયા હતા,પવન સાથે વરસાદ પડતાં જનજીવન ખોરવાયું હતું આ બનાવોમા અનેક લોકો ગાયલ થયાના સમાચાર છે જ્યારે ઉખડી પડેલા વૃક્ષોની નિચે દટાતા અનેક ગાડીઓ, વિજળી ના તારો તુટી પડી મોટુ આર્થિક નુકશાન થયાના સમાચાર છે.

આજે બપોરે જોરદાર ફુંકાયેલા પવન સાથે આવેલા વાવાઝોડા ને લીધે કલ્યાણ પશ્ચિમના રેલ્વે સ્ટેશન પરની ટીકીટ બુકિંગ ઓફીસ કાઉન્ટર ના કાચ તુટી જઈ અંદરના સિલીંગ ને મોટુ નુકસાન થયું છે.

ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન પાસેની છઠ્ઠિ લાઈન પરના ઓવરહેડ વયરપર મોટુ ઝાડ તુટી પડતા લાબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત થઈ હતી

કલ્યાણ-ડોમ્બિવલી શહેરમાં અનેક વૃક્ષો ઉખડી પડ્યા હતા તેમા કલ્યાણ વેસ્ટ ના વાડેઘરની શ્રમિક સોસાયટી મા વાહન ઉપર વૃક્ષ ઉખડી પડતા ગાડીને નુકસાન થયું, કલ્યાણ પૂર્વ કાટેમાનવલી ખાતે વિજળી ના તારો પર ઝાડ પડવાના ને લીધે તારો તુટી પડીને વિજળી પુરવઠો ખોરવાયો,લોકગામ ગૃહ સંકુલ ના મુખ્ય પ્રવેશદ્વાર પાસે વૃક્ષોની મોટી ફાંદ તુટીપડી રસ્તો બંધ થઈ ગયો હતો,કોલીવાડા પરીસરમાં ના મંદિર પાછળનુ વૃક્ષ ઉખડી પડ્યુ હતુ. કલ્યાણ ની વેરટેક્સ સોસાયટી ના પતરા ઉડી રસ્તા પર પડતાં ગાડીઓ ને નુકસાન થયું, ગોદરેજ હીલ ટેકરીપર જનારા રસ્તા વચ્ચે ઝાડ સાથે માટી ધસી આવતા રસ્તામાં અવર જવર થંભી હતી.

ડોમ્બિવલી ટિળક નગર ભાગમાની એક સોસાયટીમાં ના ટેરેસ પરના પતરા ઉડી રસ્તા પર પડતાં નુકસાન થયું છે, કલ્યાણ શિલ માગૅ તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ ગાડી પર પડતાં બે વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે તે વૃક્ષને હટાવવા માટે અગ્નિશામક દળના જવાનો એ કટર તથા જેસીબી મશીન ની મદદ લીધી હતી. ડોમ્બિવલી એમ આઇ ડી સી પરીસરમાં એક મોટુ હોલ્ડિંગ તુટી પડ્યું હોવાની માહિતી ફાયર બ્રિગેડેના અધિકારી નંદકુમાર શેડકર એ આપી.

કલ્યાણ બજાર પેઠ ખાતે વિજળી ની લાઈન પરના તાર પર વૃક્ષ તુટી પડતાં વિજળી ના તારો તુટી પડતાં વિજળી પુરવઠો ખોરવાયો હતો. કડોમપા સંચાલિત રૂકમણી બાઈ હોસ્પિટલ ના ટેરેસ પર ની પાણીની ટાંકી ઉડી જઈ  નિચે પટકાઈ હતી આ શિવાય અનેક સ્થળોએ પતરાઓ ઉખળવાના, વૃક્ષો ધરાશયી થવાના બનાવો નોંધાયા છે.આ વાવાઝોડા મા ગાડીઓ, વિજળી ના તારો, સોસાયટી ના,ઝુપડાઐના પતરાઓ ઉખડી જઈ મોટુ આર્થિક નુકશાન થયું છે અનેક લોકો ઘાયલ થયા છે જાન હાની થયાના સમાચાર નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads