ડોમ્બિવલીના આયરેગાંવ સંકુલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, રાજુ સોનાર નામનો યુવક રસ્તા પર ઉભો હતો ત્યારે કેટલાક યુવકો ત્યાં આવ્યા અને રાજુને પૂછ્યું કે તુ અહીં કેમ ઉભો છે. તે પછી તેની સાથે ધક્કા મુક્કી શરૂ કરતા તે સમયે રાજુ સોનારને ખૂબજ માર માર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી કાચ તોડી નાખ્યો હતો.
આ ઘટના બાદ રાજુ સોનરે તેને માર માર્યો બદલ રોમન, ઓમકાર અને નવલે વિરુદ્ધ રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ફરિયાદ બાદ ગુસ્સે ભરાયેલા આરોપીઓ ફરી આયરેગાંવ સમતાનગર આવ્યા હતા અને રાજુ સોનારના ભાઈ રાહુલ સોનાર પર છરી વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં રાહુલને ગંભીર ઈજા પહોંચી હતી. રાજુ સોનારની બહેન દીપાની ફરિયાદ પરથી પોલીસે આરોપી રોહિત, ઓમકાર અને નવલે સામે આઇ. પી. સી. ધારા ૩૦૬,૫૦૪,૫૦૬,અને ૩૨૩ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટનાના આરોપીએ વીડિયો બનાવીને સીધા સોશિયલ મીડિયા દ્વારા પોલીસને પડકાર્યો હતો. તેથી પોલીસની પ્રતિષ્ઠા દાવ પર હતી, જેની ચર્ચા બધે શરૂ થઈ હતી. છેવટે, આ વીડિયો પોલીસના હાથમાં ગયો. રામનગર પોલીસ મથકના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સચિન સંદભોર, પોલીસ નિરીક્ષક શમશેર તડવી અને પોલીસ અધિકારી વિકાસ સૂર્યવંશીની ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.