કલ્યાણ ડોમ્બિવિલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પર રાજ્યમાં થી કલ્યાણમાં આવે છે તેઓનો એન્ટિજેન ટેસ્ટ કરવામા આવશે એવુ મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિજય સુરીવંશીએ આજે જાહેર કરવામાં આવ્યું છે.કમિશનર એ પર રાજ્યમાંથી કલ્યાણ રેલવે સ્ટેશનમા ઉતરનાર પ્રવાસીઓ જેઓ પાસે એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ ન હોય તો તેઓનો રેલ્વે સ્ટેશન પર ટેસ્ટ કરવામા આવશે અને સંમત ન હોય તો દંડ વસુલવામાં આવશે એવુ મ્યુનિસિપલ કમિશન ડૉ.વિજય સુર્યાવંશીએ કહ્યું છે. નાગરિક રેલવે સ્ટેશનમાં દાખલ થતાં કોર્પોરેશનના અધિકારીઓ અને કલ્યાણ રેલવે સ્ટેશનનો સ્ટાફ તેમને રોકી તપાસ કરશે.
આજે કલ્યાણ રેલવે સ્ટેશનમાં યોજાયેલ વરિષ્ઠ અધિકારીઓના સર્વેક્ષણ કરવામાં આવ્યું હોઈ સ્ટેશનમાં હવે ૩ થી ૪ સ્થાનોનું પરીક્ષણ કરવાની ગોઠવણ કરી છે અને દરેક નાગરિકનું પરીક્ષણ કરવામાં આવશે તેવુ નક્કી કર્યું હતુ. બ્રેકિંગ ચેઇનના અમલીકરણ માટે, રેલવે વહીવટ તંત્ર સંપૂર્ણપણે સહકાર આપશે. અને પર રાજ્યમાંથી કલ્યાણ સ્ટેશને દાખલ થનાર મુસાફરોને એન્ટિજેન ટેસ્ટ કરાયા બાદજ બહાર જવા દેવાશે,એવુ મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિજય સુર્યાવંશીએ જણાવ્યું છે,આ પ્રસંગે રેલવે એરિયા મેનેજર પ્રમોદ જાધવ, આરપીએફ કમાન્ડન્ટ શાહરંત, સ્ટેશન ડિરેક્ટર યશવંત વટકર, સ્ટેશન મેનેજર અનુકુમાર જૈન, મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ના પાન પાટીલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.