મુંબઈ નાશિક હાઈવે પર ટેમ્પો ચાલકને તીક્ષ્ણ હથિયારનો ધાક બતાવી લૂંટ કરનાર ત્રિપુટીને કોનગામ પોલીસની ટીમે ૨૪ કલ્લાક મા ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ એક ટુ વ્હીલર મોબાઈલ અને કેટલીક રોકડ કબજે કરી છે.
તીક્ષ્ણ બ્લેડનો ભય બતાવી મુંબઇ-નાસિક હાઈવે ઉપર ટેમ્પો ચાલકને લૂંટી લેનારા ત્રણ આરોપી ઓને ઝડપી લેવામાં કોનગાવ પોલીસે સફળતા મેળવી છે. સૂરજ સંજુ પાટીલ (ઉમર ૨૬), સંતોષ જગગુ સુરેલા ઉર્ફે પાલકવાલા, અભિષેક સંભાજી દેશમુખ (બધા રહે. કામતઘર, ભિવંડી) આ પ્રમાણે આરોપીઓનાં નામ છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ એક ટુ વ્હીલર,મોબાઈલ અને કેટલીક રોકડ કબજે કરી છે.
નાસિકમાં રહેતા મોહમ્મદ જાવેદ મોહમ્મદ શરીફ શાહ નાશિકથી મુંબઇમાં એક ટેમ્પોમા શાકભાજી લઈ દરરોજ કલ્યાણ જાય છે. શનિવારે સવારે ટેમ્પો ચાલક મોહમ્મદ બટાટા લઇ કલ્યાણ આવી રહ્યો હતો. તે સમયે, આરોપી ત્રણેય શખ્સે તેના ટુ-વ્હિલરથી મુંબઇ-નાસિક હાઈવે પર સર્વલી પાડા પાસે તેનો પીછો કર્યો હતો અને ટેમ્પો ચાલકને અટકાવ્યો હતો અને મને કટ મારી ટેમ્પોથી ટક્કર મારવાનું કહ્યું હતું અને ટુ-વ્હીલરને ટેમ્પોની સામે આડુ મૂકી દીધું હતું. ત્યારબાદ ત્રણેય આરોપીઓ ટેમ્પોની કેબીનમાં ઘૂસી ગયા હતા અને ટેમ્પો ચાલક શાહ અને તેના સાથીને માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે શાહે પ્રતિકાર કર્યો ત્યારે આરોપીએ ધારદાર બ્લેડનો ધાક બતાવી તેના ખિસ્સામાંથી થોડી રોકડ રકમ અને મોબાઇલ ફોન છીનવી આરોપી ભાગી ગયા હતા.ખાસ વાત એ છે કે આરોપી ભાગી રહ્યો હતો ત્યારે તેણે ટેમ્પોના કાચ ઉપર પથ્થરમારો કરી કાચ પણ તોડી નાંખ્યો હતો. ટેમ્પો ડ્રાઈવર શાહે કોનગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ ૨૪ કલાકમાં સહાયક નિરીક્ષક અભિજિત પાટીલ, સબ-ઇન્સ્પેક્ટર નાગ્રે, સહાયક સબ-ઇન્સ્પેક્ટર વામન સૂર્યવંશી, કોન્સ્ટેબલ રાજેશ શિંદે મોરનીટીમે ભિવંડી શહેરના કામતઘર વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કેસની વધુ તપાસ સહાયક પોલીસ નિરીક્ષક અભિજિત પાટીલ કરી રહ્યા છે.