Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણા જિલ્લા લગ્ન નોંધણી કચેરીમાં એક સમયે એક દંપતીનેજ પ્રવેશ

રાજ્ય સરકારે સોમવારથી થાણે જિલ્લા લગ્ન નોંધણી કચેરીમા આવતા યુગલો પર કડક પ્રતિબંધ લાદ્યો છે. એક જ દંપતી અને તેના સાથેના ત્રણ સાક્ષીઓ સિવાયના કોઈ પણ સંબંધીઓને આવવા માટે  મંજૂરી આપવામાં આવશે નહીં. વળી,ઓફિસમાં આવતા પહેલા યુગલોએ અગાઉથી નોંધણી કરી સમય લેવો ફરજિયાત છે.

રાજ્ય સરકારે કોરોના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કડક પ્રતિબંધ લાદવો પડ્યો છે. ગયા વર્ષે લોકડાઉન થયા પછી ઘણા લોકોએ તેમના લગ્ન કર્યા છે. અનેક લોકો ને વિધિઓ રદ કરવી પડી જ્યારે કેટલાકને મુલતવી રાખવી પડી. જો કે લોકડાઉન નિયમો હળવા કરવામાં આવ્યાં હતાં, પણ ભીડને ટાળવા અને સલામતીનાં કારણોસર લગ્નમાં હાજરી પર પ્રતિબંધ મૂક્યો હતો. પરિણામે, ઘણા લોકો હૉલમાં લગ્ન કરવાને બદલે રજિસ્ટર્ડ  લગ્ન કરવાનું પસંદ કરે છે, અને લોકડાઉન દરમિયાન આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ માર્ચમાં કોરોનાની બીજી લાટ આવતાં , ફરી એકવાર કડક નિયમો લાગુ કરાયા છે. આ નિયમો લગ્નમાં જોડાતા યુગલોને લાગુ પડે છે. તેઓ સ્વજનો તેમની સાથે લાવી શકશે નહીં. ભીડને ટાળવા માટે ફક્ત વરરાજા, વધુ અને ત્રણ સાક્ષીઓનેજ પ્રવેશ આપવામાં આવશે. દંપતીને લગ્નની કાર્યવાહી પૂર્ણ કરવા માટે વધુમાં વધુ અડધો કલાકનો સમય આપવામાં આવશે. ભીડને ટાળવા માટે અગાઉથી નોંધણી કરવી યુગલો માટે ફરજિયાત છે. જે એક દંપતી માટે સમય રિજવૅ રાખેલ છે, તે અન્ય દંપતીને તે સમય લઈ શકશે નહીં. યુગલોને ફક્ત ફોટોગ્રાફી માટે ચહેરા પરના માસ્કને દૂર કરવાની મંજૂરી છે. લગ્નની નોંધણી કચેરીના યાદવે કહ્યું કે, બંન્ને "પક્ષોએ પોતાની પેનનો ઉપયોગ કરવો જોઈએ, અન્ય લોકો પાસેથી પેન ન માંગવી જોઈએ, અને ઓફિસમાં આવે ત્યારે દસ્તાવેજો અને  ઉપરાંત બેગ અને પર્સ સાથે રાખવી જોઈએ. અન્ય સૂચનાઓ માટેના માહિતી બોર્ડ પણ લગ્ન કચેરીની બહાર ગોઠવાયા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads