થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વેન્ટિલેટર લેવાના દોડ કરોડના કરારના બદલામાં રૂપિયા પાંચ લાખની લાંચ લેતા એન્ટીકરપશન બ્યુરોના અધિકારીઓએ થાણેના વિવાદિત તબીબ અને આરોગ્ય અધિકારી એવા રાજુ મુરુદકરને લાંચ લેવાના ગુનામાં ગુરુવારે ધરપકડ કરી હતી.તેમની સામે રબાલે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
વધતા જતા કોરોના દર્દીઓ માટે, થાણા મનપાને તાકીદે ૩૦ વેન્ટિલેટર ખરીદવાની જરૂર હતી. આ માટે આવા ૩૦ વેન્ટિલેટર ખરીદી કરવા નવી મુંબઈની કંપની ના ટેન્ડરને મંજૂરી માટે મુરુદકરે બે દિવસ પહેલા કંપનીના પ્રતિનિધિ પાસેથી ટેન્ડર ના ૧૦ ટકા એવા ૧૫ લાખ રૂપિયાની રકમ માંગી હતી. કંપની અગાઉ પાંચ લાખ રૂપિયા અને પછી ૧૦ લાખ ચૂકવવા સંમત થઈ આ બાબતે થાણા એન્ટીકરપશન વિભાગ મા ફરીયાદ નોંધાવી હતી કંપની પ્રથમ હપ્તો મુરોદકરને ઐરોલીની ખાનગી હોસ્પિટલમાં આપવાની હતી ગઈ કાલે એસીબીએ છટકું ગોઠવી મુરોદકરને ઝડપી લીધા હતા ત્યાર બાદ તેમને ન્યાયાલયમાં હાજર કરતાં ન્યાયાલયે તેમને ૧૧ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હોવાનું એસીબી અધિકારી દેશમુખ એ જણાવ્યું છે.



