કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુરબાડ રોડ, કલ્યાણ (વેસ્ટ), બૈલબજાર, કલ્યાણ (વેસ્ટ), લાલાચોકી આધારવાડી, કલ્યાણ (વેસ્ટ), વિઠ્ઠલવાડી, કલ્યાણ (પૂર્વ), શિવ મંદિર, ડોમ્બિવલી (પૂર્વ), પાથરલી, ડોમ્બિવલી (પૂર્વ) માં આવેલ ૬ સ્મશાનોમાં કોવિડમા થયેલા મૃત્યુના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં ગૅસ અને લાકડાથી બાળવાની વ્યવસ્થા મફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. સ્મશાનોમાંના તાણને ઘટાડવા અને સ્મશાન પ્રક્રિયામાં થતા વિલંબને ટાળવા માટે હવે કાલુ નદીના કાંઠે આવેલા ટિટવાલા સ્મશાનમાં, ઠાકુરલી પૂર્વ ચોળેગામ સ્મશાન, ડોમ્બિવલી પશ્ચિમમાં મોઠાગાંવ સ્મશાન અને કુંભારખાણપાડા સ્મશાનોમાં નિ: શુલ્ક અંતિમ સંસ્કાર ઉપલબ્ધ છે. આ શિવાય અન્ય સ્મશાનોમાં, કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકો માટે લાકડા પર નિ:શુલ્ક અંતિમ સંસ્કાર કરી આપવામાં આવી રહ્યા છે.
નાગરિકોને અગવડતા ન આવે તેમજ સ્મશાન પ્રક્રિયામાં થવામાં વિલંબ ઓછો થાય તે માટે મહાનગરપાલિકાની કોવિડ હોસ્પિટલોને અને ખાનગી હોસ્પિટલો ને સૂચનાઓ આપવામાં આવી છે કે કોવિડ ના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા નજીક ના સ્મશાનોમાં કરવામાં આવે એવુ કોવિડ હોસ્પિટલના વડા અને ખાનગી કોવિડ હોસ્પિટલના વડાને કહેવામાં આવ્યું છે.