છેલ્લા કેટલાક દિવસોથી અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેથી થાણા જીલ્લા માં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેનાથી વિપરિત, કોરોના માં મૃત્યુ નો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે. ગુરુવારે થાણા મહાનગરપાલિકા હદમાં ૮૬૩ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, અને ૧૩ પેશંન્ટોના મૃત્યુ થયા છે જ્યારે કલ્યાણ-ડોમ્બિવલીમાં-૮૩૫ નવા પેશન્ટ, મૃત્યુ-૧૦ ,નવિ મુંબઈ માં નવા પેશંન્ટો ૫૦૧, મૃત્યુ-૧૨, મિરા-ભાયંદર નવા ૪૪૩, મૃત્યુ-૯, ઉલ્હાસનગર ૧૩૧, મૃત્યુ-૩, ભિવંડી- નવા ૨૬, મૃત્યુ-૦,અંબરનાથ નગરપાલીકા-૧૨૫, મૃત્યુ-૫,બદલાપુર નગરપાલિકા-૧૫૨, મૃત્યુ-૨,તથા થાણાના ગ્રામિણ ભાગોમાંથી આજે- ૩૦૮નવા દર્દીઓ મળી આવ્યા છે,અને ૬ પેશંન્ટોના મૃત્યુ થયાછે પરિણામે,જીલ્લામાં આજે કુલ ૩૩૮૪ નવા દર્દીઓની સંખ્યા થયેલ છે. જ્યારે જીલ્લામાં આજે ૬૦ પેશન્ટોનાં મૃત્યુ થયાં છે. જીલ્લા માં વધતા જતા કોરોના પેશંન્ટોના મૃત્યુ ને લીધે પ્રશાસન ની ચિંતા માં વધારો થયો છે